Sunday, March 22, 2026

માણસ

 મુશ્કેલીઓ સામે લડતો માણસ,

અંદર અંદરથી તૂટતો માણસ.

બહારથી અડીખમ પહાડ જેવો 

ભીતર વેદનામાં ડૂબતો માણસ.

ચહેરા પર સ્મિતનો મહોરો પહેરે,

અંતરમાં આંસુઓ સારતો માણસ 

દુનિયાની ભીડમાં સૌનો થઈને જીવે,

 એકાંતમાં પોતાને જ પૂછતો માણસ

હારવાની જીદ પર કિસ્મત છે ઊભી

જીતવાની આશામાં કૂદતો માણસ 

પથ્થરોની ઠોકર ખાઈ ઘડાતો ગયો 

છતાં ઠોકરોમાં અથડાતો માણસ.

તૂટીને ફરી જોડાવાની જીદ લઈ બેઠો

નવસર્જન માટે ઝઝૂમતો માણસ 

"સંદીપ"

માણસ

 મુશ્કેલીઓ સામે લડતો માણસ, અંદર અંદરથી તૂટતો માણસ. બહારથી અડીખમ પહાડ જેવો  ભીતર વેદનામાં ડૂબતો માણસ. ચહેરા પર સ્મિતનો મહોરો પહેરે, અંતરમાં આ...