Sunday, January 16, 2022

પાટણની પ્રભુતા... શેમાં??

(ગમતાનો ગુલાલ... પુસ્તક વાંચનના આનંદની  વહેચણી) 

કનૈયાલાલ મુનશીની ૧૦૬ વર્ષ પહેલાં (૧૯૧૬)માં લખાયેલી ઐતિહાસિક નવલકથા આજે પણ વાચકોને આકર્ષે છે. અત્યાર સુધીમાં તેની અનેક આવૃત્તિ અને હજારો નકલો પ્રકાશિત થઈ છે.📚📚📚 📚📚📚📚 જે સમયે ઇતિહાસ જાણવા માટે પૂરતા સાધનો નહોતા, એવા સમયમાં મુનશીએ સંદર્ભો મેળવીને અસ્સલ ઇતિહાસ વાચતા હોય એ રીતે લખેલી આ નવલકથા હમણાં વાંચી.📖📖📖📖📖 અગાઉ થોડી વાંચી હતી પણ ભૂલી ગયો હતો એટલે ફરી વાંચી. કથાની રજૂઆત અને એકે એક પાત્રો છેક સુધી જકડી રાખે છે. આખી કથા વાંચતા એ સવાલ થાય કે, પાટણની પ્રભુતા શામાં?? તેના શાસનમાં? સમૃદ્ધિમાં? રાજામાં? પ્રજામાં? .. ..🤔🤔

..

આ સવાલનો જવાબ છેલ્લા ભાગોમાં મળે છે જ્યારે મુંજાલ મહેતા પાટણ આવે છે અને ત્યાંના રખેવાળો થઈને બેઠેલાને સમજાવે છે કે, તેમનો ખરો રષ્ટ્રધર્મ શો??⛳⛳

..

..

મીનળદેવીની વિનંતીથી કદાચ એ સમાધાન માટે ના આવ્યો હોય (એવું મુંજાલ કહે છે) પણ જે પાટણની પ્રભુતા જોવા એ તરસતો હતો એ ક્ષણ જોઈને એ સમાધાન માટે આવ્યો હતો અને મુત્સદ્દીથી એણે પાટણને ફરી એક કર્યું..

...

મુંજાલનો એ જવાબ ખાસ નોંધવા જેવો છે;✍️✍️

"જ્યારે મેં સાંભળ્યું કે પરદેશીઓનાં પગલાં સાંભળી પાટણ એકી અવાજે સામે થયું છે, ત્યારે મારું જીવવું મેં સાર્થક લેખ્યું. આ ભૂમિ દેવતાઈ છે, એના વીરપુત્રો દેવાંશી છે તેની ત્યારે જ મને ચોક્કસ ખાતરી થઈ.."

"ભીમદેવ મહારાજે પાટણ પાછું લીધું ત્યારપછી કેટલે વર્ષે બધામાં એક ઉત્સાહ આવ્યો છે! બધા એક માણસનો બોલ ઉઠાવવા તૈયાર છે. જો તે માણસ સમયનો સદુપયોગ કરે તો પાટણનો ડંકો દિગંતો સુધી સંભળાય.."

સાર: જ્યારે કોઈ રાષ્ટ્રની પ્રજા પોતાના આત્મરક્ષણ માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર થાય, ત્યારે એ   કટોકટીની સાથે ઇતિહાસ રચવાની સુવર્ણ ઘડી પણ હોય છે.. કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યની પ્રભુતા તેના નાગરિકોના આ સત્વમાં જ રહેલી છે.🇮🇳

No comments:

શું છે પ્રેમ??

પ્રેમમાં પ્રેમી કે પ્રેમિકા લક્ષ્ય નહિ  પણ પ્રેમ પામવાનું સાધન છે.. લક્ષ્ય તો હોય છે પ્રેમને પામવો  પ્રેમને પામવો એટલે ઇશ્વરને પામવો ઈશ્વર, ...