"પૃથ્વી પર આવનારું દરેક રહસ્યો લઈને જ જન્મે છે. રહસ્યો ઉકેલવાની મથામણમાં નવાં રહસ્યો મેળવે છે અને રહસ્યો સાથે વિદાય લે છે. મારી એકલાની બાબતમાં એનાથી અલગ કઈ રીતે થઈ શકવાનું? (પેજ ૮૬)
"નસીબ. અનેકવાર સાંભળ્યું છે પણ કદીયે નજરે જોયું નથી. રેવા કહેતી હતી કે એનો ગોરિયો નસીબ લઈને જ આવ્યો છે. સાંભળીને કેટલીયે વાર ખિસ્સાં તપાસ્યાં હતાં. કંઇ મળ્યું ન હતું. કદાચ નાનકડો હતો એટલે ખોઈ નાખું માનીને રેવાએ લઈ, સાચવીને ક્યાંય મૂકી છાંડ્યું હોય. એક દિવસ પાછું આપશે એવું પણ માનેલું.
મોટો થયો તો જાણ્યું કે રહસ્યમય વસ્તુ ન તો ખિસ્સા માં સમાય ના તો ક્યાંય સંતાડી શકાય. લઈ કે આપી તો શકાય જ નહિ. એ તો ગોપનીય, અદૃશ્ય શાહીથી, અણ ઉકેલી લિપિમાં લખાયેલું હોય. કપાળ પાછળ, હથેળીમાં કે ના જાણે ક્યાં, કોઈ જાણતું નથી. છતાં તેના હોવા વિશે કોઈને સહેજ પણ શંકા નથી." (પેજ ૮૨)ઓ
લવલી પાન હાઉસ - આ પુસ્તકના ગમી ગયેલા વાક્યો.
ધ્રુવ ભટ્ટની રચનાઓ હંમેશા ગમે છે. તાજેતરમાં જ લવલી પાન હાઉસ વાંચી છે. ધ્રુવ ભટ્ટ દાદા હોય એટલે માનવ અને પ્રકૃતિના તાર જોડાયેલા હોય, કંઇક પ્રકૃતિની રહસ્યમય વાતો હોય, એક કન્યા હોય જે બધું સમજતી, જાણતી હોય...
આ બધા વચ્ચે પણ લવલીમાં એક સસ્પેન્સ છે, જે સૌથી છેલ્લે છતું થાય છે.
No comments:
Post a Comment