Showing posts with label My Poem. Show all posts
Showing posts with label My Poem. Show all posts

Thursday, December 15, 2016

સાહિત્ય: મારી રચના…

૧.
આ બાગનાં ફૂલડાંની ફોરમ અલ્પજીવી છે,
એમના સ્પર્શની સુગંધની અંતર મહેકી રહ્યું છે.
ભલે જુદા થયા અમે કોઈ ઢળતી સંધ્યાએ,
અંધારી રાત્રે એમની યાદોના દીપ ઝળહળે છે
આંગળી છોડીને જતા રહ્યા અડધે રસ્તેથી તેઓ
ભટકતો રહ્યો તો નવી ક્ષિતિજે પહોંચી ગયો ‘સંદીપ’.

૨.
એમણે હાથ છોડ્યો તો હવામાં ફંગોળાઈ ગયો,
હોશ આવ્યા બાદ જોયું તો આકાશમાં ઊડતો હતો.
સમુદ્રમાં સાથે તરતાં તરતાં સાથ છોડી તેઓ સરકી ગયા,
ડૂબી ગયો હું દરિયામાં અને તળીયે માછલી બની તરી ગયો.
તરછોડી દીધું તમે સ્નેહભર્યા દિલને આમ રઝળતું જંગલમાં,
પવન-તાપ-પાણીથી તૂટી ગયું તો પ્રેમનું વૃક્ષ બની ગયો.
આઘાતો સામે હવે લડી લે છે ‘સંદીપ’
વેદનાની સીમા શબ્દ બની જાય છે.

મિત્ર કુલદીપસિંહ કલેરની રચના

અધૂરું સ્વપ્ન જોતાં જોતાં ઊંઘ આવી ગઈ હતી,
રણમાં જ્યારે ફૂલો જોયાં, તારી યાદ આવી ગઈ હતી.
હું ભટકતો રહ્યો, શોધતો રહ્યો મુકદ્દરને, અને
મને શોધતી કિસ્મત મારા ઉંબરે આવી ગઈ હતી.
અધૂરું સ્વપ્ન જોતાં જોતાં..







Saturday, September 7, 2013

આદત નથી

સમુદ્રમંથનમાંથી નીકળ્યું ઝેર તોય હસતા-હસતા પી ગયા
પછી ગળું લીલું કરીને નીલકંઠ બનવાની આદત નથી

બે પળ હળ્યા-મળ્યા- હસ્યા-બોલ્યા-લડ્યા અને છુટા પડ્યા
પછી વિવાદ છાપરે ચડાવી ''કોઈ''ને રુસ્વા કરવાની આદત નથી

કહેવત છે કે પ્રેમ હોય બિનશરતી, જમાનો શરતી પ્રેમનો છે
પણ શરતોના વાડામાં બંધાઈને પ્રેમ કરવાની આદત નથી


- સંદીપ (અગાઉ લખેલી કવિતા)

મારું એકાંત

મારી એકાંતની દીવાલોમાં
ઘુટેલા લીટા અને ચિત્રોને
વાસ્તવિક દુનિયામાં સાકાર
કરવા માટે મથતો હું....
પ્રસ્વેદ અને આંસુની સ્યાહીથી
કલાકોના કેનવાસ પર પીંછડા મારું છું
કલ્પના અને મહેનતના રંગોથી
આકૃતિઓ બનાવું છું, મિટાવું છું..
કોઈ આકૃતિઓ બની સુંદર તો...
કોઈ બની ના સમજાતી એબ્સર્ડ કૃતિ...
નથી પારંગત આ કલાનો તો પણ
ચિત્રોનો આલ્બમ મજેદાર બનતો જાય છે
- સંદીપ (અગાઉ લખેલી કવિતા)

ત્યારે દીશા બદલાય છે...

અતૂટ મહેનત કરવા છતાં જ્યારે દશા ના
બદલાય ત્યારે દીશા બદલાય છે...
સમર્પણ સાથે થયેલા કામની કદર
ના થાય ત્યારે દીશા બદલાય છે..
બે-ચાર પૈસાના ફરકને જોતા નથી કર્મવીરો
પણ સ્વમાન ઘવાય ત્યારે દીશા બદલાય છે...
રાજ ભલે હોય સાચા, ચાકર દરવખતે ખોટા નથી હોતા..
દર્દ પરાકાષ્ઠાએ અનુભવાય ત્યારે દીશા બદલાય છે..
અવગણનાને તો વારંવાર અવગણીએ ''સંદીપ''
કાબેલિયત પર વાર થાય ત્યારે દીશા બદલાય છે..

સંદીપ કાનાણી (23મી જુલાઈએ લખેલી કવિતા)
 

માણસ

 મુશ્કેલીઓ સામે લડતો માણસ, અંદર અંદરથી તૂટતો માણસ. બહારથી અડીખમ પહાડ જેવો  ભીતર વેદનામાં ડૂબતો માણસ. ચહેરા પર સ્મિતનો મહોરો પહેરે, અંતરમાં આ...