હશે તારા પડછાયા જેવી એ
તો પણ તું સ્વયં ઉદાસી નથી
કોફીના મગમાંથી ઉઠતી વરાળની
મસ્તી જોઇ છે તારામાં ઘણીવાર
આંખોમાં ડોકાતાં આશાનાં કિરણો ને
ઉમંગની વાતો તે શાયદ ચકાસી નથી
દિવસ રાત ને તડકા છાયાં એ તો
બદલાતા ચાલતા રહેશે આજીવન
જિંદગીના આંગણે પતંગિયા જેવી
અલ્લડ ઉડાન તે હજુ તપાસી નથી
થાય પૂજા તો ઇશ્વર પણ રિઝે ‘સંદીપ’
કોશીષની તાકાત હજુ તે અજમાવી નથી..
Monday, March 11, 2019
વ્યંગ.. બુરા ના માનો ચુનાવ હૈ
2 પ્રકારના ઉમેદવાર હશે.. એક સૌથી વધુ ખરાબ અને ઓછા ખરાબ. તમારી પસંદગી આ બેય વચ્ચે જ રહેવાની. સાચવજો. ચૂંટણી જાહેર થઈ ગઈ છે.
એક પાર્ટીએ 70 વરસ લૂંટ ચલાવી.. બીજીને હજુ 5 વરસ જ થયા છે.. એને કમસેકમ 10 વરસ તો લૂંટવા દ્યો.. બિચારા બહુ ગરીબ હતા..
70 વરસવાળી પાર્ટીને તક આપશો, તો એ લોકો ફરી 5 વર્ષ લૂંટશે. એમનો અનુભવ પછી 75 વર્ષનો થશે. મોટું પેટ થઈ ગયું હોય એટલે વધુ ખાઇ શકે. 5 વર્ષનું નાનું બાળ તો કેટલું ખાય ને હજમ કરે..??
માટે કોને તક આપશો? 15 લાખની લાલચમાં મત વેચશો કે આત્માનો અવાજ સાંભળશો??? જે કરો એ પણ મતદાન જરૂર કરજો.. અને હા.. નોટા પણ છે.. એ પણ ચાલે હો..
Subscribe to:
Posts (Atom)
માણસ
મુશ્કેલીઓ સામે લડતો માણસ, અંદર અંદરથી તૂટતો માણસ. બહારથી અડીખમ પહાડ જેવો ભીતર વેદનામાં ડૂબતો માણસ. ચહેરા પર સ્મિતનો મહોરો પહેરે, અંતરમાં આ...
-
અધધધ પગાર વધારા મારે સાંસદોએ તાયફો કર્યા બાદ જયારે સંસદમાં સાંસદોના પગાર વધારા માટે ત્રાગડો રચાયો ત્યારે અનેક કોંગ્રેસીઓ અને અનેક દેશવાસ...
-
સમયાંતરે વાચન વખતે ગમી ગયેલી કેટલીક રચનાઓ, વિચારો, નોંધો, સંદર્ભોને ડાયરીબદ્ધ કરવાની આદત રહી છે. આ બધી જ રચનાઓ જે-તે લેખક-વિચારક-કવિઓની જ ...
-
(ગમતાનો ગુલાલ... પુસ્તક વાંચનના આનંદની વહેચણી) કનૈયાલાલ મુનશીની ૧૦૬ વર્ષ પહેલાં (૧૯૧૬)માં લખાયેલી ઐતિહાસિક નવલકથા આજે પણ વાચકોને આકર્ષે છે...