Monday, March 11, 2019

તું સ્વયં ઉદાસી નથી

હશે તારા પડછાયા જેવી એ તો પણ તું સ્વયં ઉદાસી નથી કોફીના મગમાંથી ઉઠતી વરાળની મસ્તી જોઇ છે તારામાં ઘણીવાર આંખોમાં ડોકાતાં આશાનાં કિરણો ને ઉમંગની વાતો તે શાયદ ચકાસી નથી દિવસ રાત ને તડકા છાયાં એ તો બદલાતા ચાલતા રહેશે આજીવન જિંદગીના આંગણે પતંગિયા જેવી અલ્લડ ઉડાન તે હજુ તપાસી નથી થાય પૂજા તો ઇશ્વર પણ રિઝે ‘સંદીપ’ કોશીષની તાકાત હજુ તે અજમાવી નથી..

No comments:

શું છે પ્રેમ??

પ્રેમમાં પ્રેમી કે પ્રેમિકા લક્ષ્ય નહિ  પણ પ્રેમ પામવાનું સાધન છે.. લક્ષ્ય તો હોય છે પ્રેમને પામવો  પ્રેમને પામવો એટલે ઇશ્વરને પામવો ઈશ્વર, ...