2 પ્રકારના ઉમેદવાર હશે.. એક સૌથી વધુ ખરાબ અને ઓછા ખરાબ. તમારી પસંદગી આ બેય વચ્ચે જ રહેવાની. સાચવજો. ચૂંટણી જાહેર થઈ ગઈ છે.
એક પાર્ટીએ 70 વરસ લૂંટ ચલાવી.. બીજીને હજુ 5 વરસ જ થયા છે.. એને કમસેકમ 10 વરસ તો લૂંટવા દ્યો.. બિચારા બહુ ગરીબ હતા..
70 વરસવાળી પાર્ટીને તક આપશો, તો એ લોકો ફરી 5 વર્ષ લૂંટશે. એમનો અનુભવ પછી 75 વર્ષનો થશે. મોટું પેટ થઈ ગયું હોય એટલે વધુ ખાઇ શકે. 5 વર્ષનું નાનું બાળ તો કેટલું ખાય ને હજમ કરે..??
માટે કોને તક આપશો? 15 લાખની લાલચમાં મત વેચશો કે આત્માનો અવાજ સાંભળશો??? જે કરો એ પણ મતદાન જરૂર કરજો.. અને હા.. નોટા પણ છે.. એ પણ ચાલે હો..
No comments:
Post a Comment