૧.
આ બાગનાં
ફૂલડાંની ફોરમ અલ્પજીવી છે,
એમના
સ્પર્શની સુગંધની અંતર મહેકી રહ્યું છે.
ભલે
જુદા થયા અમે કોઈ ઢળતી સંધ્યાએ,
અંધારી
રાત્રે એમની યાદોના દીપ ઝળહળે છે
આંગળી
છોડીને જતા રહ્યા અડધે રસ્તેથી તેઓ
ભટકતો
રહ્યો તો નવી ક્ષિતિજે પહોંચી ગયો ‘સંદીપ’.
૨.
એમણે
હાથ છોડ્યો તો હવામાં ફંગોળાઈ ગયો,
હોશ
આવ્યા બાદ જોયું તો આકાશમાં ઊડતો હતો.
સમુદ્રમાં
સાથે તરતાં તરતાં સાથ છોડી તેઓ સરકી ગયા,
ડૂબી
ગયો હું દરિયામાં અને તળીયે માછલી બની તરી ગયો.
તરછોડી
દીધું તમે સ્નેહભર્યા દિલને આમ રઝળતું જંગલમાં,
પવન-તાપ-પાણીથી
તૂટી ગયું તો પ્રેમનું વૃક્ષ બની ગયો.
આઘાતો
સામે હવે લડી લે છે ‘સંદીપ’
વેદનાની
સીમા શબ્દ બની જાય છે.
મિત્ર
કુલદીપસિંહ કલેરની રચના
અધૂરું
સ્વપ્ન જોતાં જોતાં ઊંઘ આવી ગઈ હતી,
રણમાં
જ્યારે ફૂલો જોયાં, તારી યાદ આવી ગઈ હતી.
હું
ભટકતો રહ્યો, શોધતો રહ્યો મુકદ્દરને, અને
મને
શોધતી કિસ્મત મારા ઉંબરે આવી ગઈ હતી.
અધૂરું
સ્વપ્ન જોતાં જોતાં..
No comments:
Post a Comment