સાયકોલોજી
ઓફ ટેરરિઝમના અભ્યાસી એવા અમેરિકન સાયકોલોજિસ્ટ ક્લર્ક મેક્કોલી લખે છે:
‘‘એક સૈનિકમાં
ન્યોછાવર થવાની વૃત્તિ કેળવવા માટે જે વ્યૂહ સેના દ્વારા અપનાવાતો હોય છે, લગભગ એવો
જ વ્યૂહ આત્મઘાતી હુમલાખોરો ફિદાઇનો તૈયાર કરવા માટે વાપરે છે. એ વ્યૂહ એવો હોય છે,
માણસને તેના જૂના સમાજિક જીવનથી એટલો અળગો કરી દો અને તેને તેની ટીમ, બટાલિયન, એકમ
સાથે એટલો ભેળવી દો કે સાથી સૈનિકો તેને પોતાનો પરિવાર, પોતાનો ભાઈ લાગવા માંડે. તેને
ડર લાગવા માંડે કે જો તે નિષ્ફળ જશે તો તેના સંગઠનની નાલેશી થશે અને પોતાની ઇજ્જત પર
ડાઘ લાગશે.
... આતંકી
જૂથો ઇચ્છતા હોય છે કે, તે જેના પર હુમલો કરે એ દેશ (કે કોમ)નો વળતો પ્રત્યાઘાત આવે,
ઉશ્કેરાય, ભૂંરાટા થાય, ભૂલો કરે, લડે.. જેથી તેના તરફ આંગળી ચીંધીને તેઓ પોતાના (મોટાભાગે
પોતાના ધર્મના) લોકોને કહી શકે કે, જુઓ, જુઓ, આવો ક્રૂર છે આપણો દુશ્મન. આવું સાબિત
કરીને તેઓ લોકોને ઉગ્રવાદી બનાવવાની અને આગળ જતાં વદુ મોટા કારનામાં કરવાની ગણતરી ધરાવતા
હોય છે.’’
- દીપક
સોલિયા, મનથી જેહાદી આર્ટિકલ, (દિ.ભા., તા. ૩-૧૨-૨૦૦૮)
No comments:
Post a Comment