Saturday, September 7, 2013

મારું એકાંત

મારી એકાંતની દીવાલોમાં
ઘુટેલા લીટા અને ચિત્રોને
વાસ્તવિક દુનિયામાં સાકાર
કરવા માટે મથતો હું....
પ્રસ્વેદ અને આંસુની સ્યાહીથી
કલાકોના કેનવાસ પર પીંછડા મારું છું
કલ્પના અને મહેનતના રંગોથી
આકૃતિઓ બનાવું છું, મિટાવું છું..
કોઈ આકૃતિઓ બની સુંદર તો...
કોઈ બની ના સમજાતી એબ્સર્ડ કૃતિ...
નથી પારંગત આ કલાનો તો પણ
ચિત્રોનો આલ્બમ મજેદાર બનતો જાય છે
- સંદીપ (અગાઉ લખેલી કવિતા)

2 comments:

chotro said...

સંદિપ ભાઈ શબ્દોને ફૂલ બનાવીને તમે પ્રોજ્યા છે અને એની સુગંધ આ કવિતામાં જોવા મળી બહુ આનંદ થયો. શબ્દોને ચાળી ને વાપર્યા છે જેનાથી એ અહેસાસ થાય છે જે તમે કવિતામાં પ્રગટ કરવા માંગો છો બહુજ સરસ રીતે શબ્દો નું સરોવર ઉભું કર્યું છે.
Kankshin munshi

Kankshin Munshi

માણસ

 મુશ્કેલીઓ સામે લડતો માણસ, અંદર અંદરથી તૂટતો માણસ. બહારથી અડીખમ પહાડ જેવો  ભીતર વેદનામાં ડૂબતો માણસ. ચહેરા પર સ્મિતનો મહોરો પહેરે, અંતરમાં આ...