શું તમે ક્યારેય ખુલ્લા આસમાનને હગ કર્યું છે? ક્યારેય પતંગિયાને કિસ કરી છે? ક્યારેય ફૂલોને આઇ લવ યુ કહ્યું છે?? શું તમે પુસ્તકોને પ્રેમ કર્યો છે?? કદાચ પ્રત્યક્ષ અર્થમાં આવું નહિ કર્યું કે કહ્યું હોય... પણ એવી લાગણીઓ કે ભાવ તો થયા જ હશે.. જો આવું થયું હોય તો, તમે એકદમ જીવંત વ્યક્તિ છો, તમારી સંવેદના એકદમ તરોતાજા છે. 🌷🌷🌷
જ્યારે તમે પ્રકૃતિ સાથે જોડાવ છો ત્યારે તમારી સંવેદના જીવંત થઈ ઊઠે છે. આ સંવેદના જેટલી ગહેરી બને છે, અંદર આનંદના ઝરણાં એટલાં જ ખળખળ કરતાં વહે છે 🏞️🏞️🏞️
...આગળ જતાં આ સંવેદના જ ધ્યાન - મેડિટેશન બનવા લાગે છે 🧘🧘🧘..
કોઈ બાળકને ધ્યાન કરવાની જરૂર નથી પડતી.. તે પોતે જ નેચર સાથે કનેક્ટેડ હોય છે અને એકદમ જીવંત હોય છે, એટલે જ આપણને બાળકો રમાડવા ખૂબ ગમે છે.. એમની સાથે રમીને આપણે ખુશ થઈ જઈએ છે... 🧑🍼🧑🍼🤱🤱
ઓશો રજનીશ કહે છે, ધ્યાન એ સંવેદના વચ્ચે જ જન્મે છે. ધ્યાન એ પરમ સંવેદનાનું નામ છે. જ્યારે તમારી ઇન્દ્રિયો પોતાની સમગ્રતામાં પરિપૂર્ણ રીતે સક્રિય હોય છે, જાગૃત હોય છે ત્યારે તમારી અંદર નવું ફૂલ ખીલે છે...🌼🌼🌼 જેનો તમને અત્યાર સુધી અહેસાસ નહતો. ધ્યાનનો અર્થ છે જીવનની ગહનતમ સંવેદના.🧘🧘🧘🧘
નેચર અને માનવના કનેક્શન અંગે ઘણા મનોવૈજ્ઞાનિક અભ્યાસો થયા છે. જેમાં સર્વ સામાન્ય તારણ એવા સામે આવે છે કે, જે લોકો નેચર (કુદરત, પ્રકૃતિ) સાથે જોડાયેલા હોય છે, તેઓ વધુ આનંદિત, સુખી, સંતોષી હોય છે. તેમનું અન્યો સાથેનું વર્તન પણ સારું હોય છે. તેઓ લાગણી અને આવેગની રીતે વધુ સંતુલિત હોય છે.
જરૂરી નથી કે નેચર સાથે કનેક્ટ થવા માટે તમે જંગલમાં જતાં રહો.. તમારી આસપાસ અને વૃક્ષો હશે, ફૂલો હશે, અનેક કૂતરા, ગાય, પશુઓ, પક્ષીઓ હશે, આકાશ અને ધરતી છે.. બસ એને મહેસૂસ કરવાની કોશિશ કરો.. એની સાથે જોડાવાની કોશિશ કરો.. એમના તરફ ધ્યાન આપવાનું શરૂ કરો.. 😎😎
બસ તમારી સંવેદનાઓ જાગૃત થતી જશે..
I Love the people who hug the sky, love the nature.. If you are one of them.. pls stay connected. 🤝🤝
જોઈએ છે એવા મિત્રો.. જે આકાશને હગ કરી શકે.. પ્રકૃતિને પ્રેમ કરી શકે.. 💐💐
No comments:
Post a Comment