Friday, November 17, 2023

દાખલા છે

જહાજો એ ડૂબાડી દીધાંના દાખલા છે, 

ને તણખલાઓએ તારી દીધાંના દાખલા છે.

હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની છતાંય,

જાળ કાતરી ઉંદરે સિંહ છોડાવ્યાના દાખલા છે. 

.

છો તાકતવર તમે પણ અન્યને કમજોર ના સમજો,

અહીં દોડમાં કાચબાએ સસલાને હરાવ્યાના દાખલા છે.

સાહ્યબી પડખાં ઘસે છે રાતભર રેશમી તળાઈઓમાં,

ને કાળી મજૂરી રસ્તાની કોરે ચેનથી સૂતાંના દાખલા છે.

.

દવાઓ બધી નાકામ થઈ ગઈ મરણપથારી પર,

ત્યારે કોઈની દુઆઓએ અસર દેખાડ્યાનાં દાખલા છે.

અમર ક્યાં રહે છે આ જગતમાં કોઈ કાયમ,

જેના જનમના દાખલા છે, તેના મરણનાંય દાખલા છે.


(એક મિત્ર તરફથી આવેલી અને ગમી ગયેલી આ રચના અહીં વહેંચી છે) 


No comments:

શું છે પ્રેમ??

પ્રેમમાં પ્રેમી કે પ્રેમિકા લક્ષ્ય નહિ  પણ પ્રેમ પામવાનું સાધન છે.. લક્ષ્ય તો હોય છે પ્રેમને પામવો  પ્રેમને પામવો એટલે ઇશ્વરને પામવો ઈશ્વર, ...