ઈન્તેજારની લાંબી પળો પછી ક્યારેક એવું પણ બને,
જેની જોતા હો રાહ, એ સામે આવી ચડે એવું પણ બને
.
બંદગી કરવા માટે શું મસ્જિદ સુધી જવું જરૂરી છે?
ગહરી હો ચાહ તો ખુદા ખુદ આવે એવું પણ બને
.
સર કરી લો ગિરનારના બધા શિખરો છતાં કશું ના મળે
ને ક્યારેક એ ગરવો સામેથી આવી મળે એવું પણ બને
.
"શબદ"ની ગેબી વાતોને સમજવા નથી જરૂર બુદ્ધિની,
એક ચમકારે "સંદીપ" હૃદયમાં દીવા બળે એવું પણ બને
©સંદીપ_કાનાણી
No comments:
Post a Comment