પર્વતના નામે પથ્થર દરિયાના નામે પાણી
''ઇર્શાદ'' આપણે તો ઇશ્વરને નામે વાણી.
આસું ઉપર આ કોના નખની થઈ નિશાની?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.
આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ
મારા આંગણે પધારો ઓ ગંજીપાની રાણી.
ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી
''ઇર્શાદ'' આપણે તો ઇશ્વરને નામે વાણી.
(ચીનુ મોદી ''ઇર્શાદ''ની ગઝલ, જે મારા ભણવામાં આવતી અને મને ગમતી, ગમે છે )