બન્યા થોડા બ્રિજ-રસ્તા ને વિકાસ થઈ ગયો,
લાગ્યા અઢળક પોસ્ટરોને વિકાસ થઈ ગયો .
જમીન રિસર્વેમાં ખેડૂતો બધા હેરાન-હેરાન,
ટીપીના સેટિંગમાં નેતાઓનો વિકાસ થઈ ગયો,
પ્રોજેક્ટ નવા આવતાં દલાલો ગતિશીલ થયાં,
ને ધનસંચયથી અનેકોનો વિકાસ થઈ ગયો.
પ્રજાની આંખમાં ધૂળ અને માથે કરનો બોજ,
પછી શાસકોની વાતોનો વિકાસ થઈ ગયો.
નોટબંધી પછી જીએસટીથી પ્રજા-બજાર ઊંધા,
અને યશ-કિર્તીના છોગામાં વિકાસ થઈ ગયો.
સત્તા વિરોધી લહેર સાથે ભળ્યા તકસાધુઓ,
અને સમાજના નામે પોતાનો વિકાસ થઈ ગયો.
ચૂંટણીમાં ઉઠ્યા ફરી એ જ જ્ઞાતિ-જાતિના શસ્ત્રો,
લોકશાહીમાં સંદીપ જનતાનો કેવો વિકાસ થઈ ગયો?
લોકશાહીમાં સંદીપ જનતાનો કેવો વિકાસ થઈ ગયો?
લખ્યા તા. ૨૯-૧૦-૨૦૧૭