Sunday, May 23, 2021

ધરતી પર અમૃતનો સ્વાદ એટલે ગુજરાતની કેરી






















- મેંગો ફીચર બાય #સંદીપ કાનાણી 

#નવગુજરાત સમય, #અમદાવાદ આવૃત્તિ, પેજ-5, 23-05-2021

Wednesday, May 5, 2021

જય નિલકંઠ...

                                    

ફરી સપનાઓની ચિતાને બાળી

એની ભસ્મને અંગે લગાડી..

ફરી સર્પને ગળે વળગાડી

અને હળાહળને કંઠમાં ધરી..

ફરી ભાંગનો કેફ ચઢાવી

શંકરે કૈલાસમાં પલાઠી વાળી..

#Sandeep Kanani©

નિવૃત્તિ...

સૂર્ય પશ્ચિમાકાશે ઢળી રહ્યો હતો... રાત પૃથ્વી પર ઉતરવાની તૈયારી કરી હતી... મહેલામાં ઊભેલા એ યોદ્ધાના મગજમાં જાણે કુરુક્ષેત્ર જામ્યું હતું...

એક સમયે રણમેદાનમાં જ્યારે એની તલવાર ઉઠતી ત્યારે દુશ્મનોની લાશો ટપોટપ પડવા માંડતી અને ધરતી રક્તવર્ણિત બની જતી. 

એ મહાયોદ્ધા હતો.. દુશ્મનો વચ્ચે બેધડક ઝુકાવતો... ઘા ઝીરવતો અને મરણતોલ ઘા કર્યે જતો.. યુદ્ધ નહીં જીવનના દરેક સંઘર્ષોમાં પણ એ યોદ્ધાની જેમ જ ઝઝૂમતો. પણ આજે એ ખામોશ હતો.. એના પગ સ્થિર હતા અને તે એક ડગલું પણ આગળ માંડી શકતો નહતો... ભૂજાઓની નસોમાં રક્તનો પ્રવાહ પણ જાણે ધીમો પડી ગયો હતો અને રોજ એના હાથમાં રમતી તલવાર પણ આજે એને ભારે લાગતી હતી... 

સમય નામના દુશ્મને છેડેલા યુદ્ધ સામે એ સ્થિર થઈ ગયો હતો.. કાલે સવારે પોતાના જ અંગ સમાન બે સ્વજનો સામસામે યુદ્ધના મોરચે લડવાના હતા.. અને એ કોઇનો પક્ષ લઈ શકે તેમ નહતો.. પળભરમાં દુશ્મોના પ્રાણ હરતો એ યોદ્ધા આ યુદ્ધના પરિણામની કલ્પના માત્રથી ગભરાતો હતો.. કારણ આ વખતે વહેનારી રક્તની ધારાઓ સાથે એને નિસબત હતી... 

આશાના કિરણોનો સૂર્ય આથમી ચૂક્યો હતો... અંધારૂં ઘેરાઈ ગયું... 

ભારે હૈયે એ પૂર્વજોની છબી સામે જઇને ઊભો રહ્યો.. કેટલા નસીબદાર હતા તેઓ... યુદ્ધમાં શહીદ થઈ ગયા.. 

સમય નામનું યુદ્ધ માણસને કેવું ‘લાચાર’નું બિરુદ આપી જાય છે...?

#SANDEEP KANANI

શું છે પ્રેમ??

પ્રેમમાં પ્રેમી કે પ્રેમિકા લક્ષ્ય નહિ  પણ પ્રેમ પામવાનું સાધન છે.. લક્ષ્ય તો હોય છે પ્રેમને પામવો  પ્રેમને પામવો એટલે ઇશ્વરને પામવો ઈશ્વર, ...