Friday, September 8, 2023

કૃષ્ણ..

એ વાંસળી વગાડનાર, ગાય ચરૈયા છે

અને યુદ્ધમાં સુદર્શન ચક્રધારી પણ છે..

કાલિંદી કાંઠે ગોપીઓના વસ્ત્રોનું હરણ

કરનાર એ દ્રૌપદીના ચીર પૂરનાર પણ છે...

ગોપીઓના માખણ ચોરી ગોપાલોને વહેંચ્યા

એ મિત્ર સુદામાના ભંડાર ભરનાર પણ છે...

વિનાશ ટાળવા જ રણ છોડી જનારો એ

કુરુક્ષેત્રમાં પાંડવોના જીતનો સારથી પણ છે...

એ ઉત્તમ મિત્ર છે અને શત્રુઓનો મહાશત્રુ છે

એ બાળગોપાલ પણ છે ને જગતગુરુ પણ.. 

વિરોધાભાસ વચ્ચે સંતુલન કરનાર યોગેશ્વર 

ભક્તોના ચિત્તને આનંદથી ભરનાર પરમાનંદ છે...

શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી... 

©સંદીપ 



  

No comments:

શું છે પ્રેમ??

પ્રેમમાં પ્રેમી કે પ્રેમિકા લક્ષ્ય નહિ  પણ પ્રેમ પામવાનું સાધન છે.. લક્ષ્ય તો હોય છે પ્રેમને પામવો  પ્રેમને પામવો એટલે ઇશ્વરને પામવો ઈશ્વર, ...