મોંઘવારી વધી ત્યારે સાંસદોને સાદાઈથી રહેવા અને પ્લેન માં ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરવા કોંગેસ-સોનિયાજીએ સલાહ આપી હતી. અને એમની સલાહ તો આદેશ જેવી. અનેકો એ માની, અને એમની ઈચ્છાનું બરાબર પાલન થાય છે એ દેખાડવા અનેક દેખાડા કર્યા. હવે પગાર વધારાની મોસમમાં બધા સાંસદો પગાર વધારી રટ લગાવી ને બેઠા છે, ના જંપીને બેઠા નથી પણ સંપીને પગાર વધારો લેવાની ગાંઠ વાળીને સંસદમાં હોબાળો મચાવી રહ્યા છે. હવે એમને મોંઘવારી ક્યાં નડતી હશે? એ પ્રશ્ન છે. રેલ્વેમાં અને પ્લેનમાં પણ મુસાફરી તો મફત. એમ તો બસ માં પણ મફત મુસાફરી છે પણ કોઈ જનપ્રતિનિધિ બસમાં તો મુસાફરી કરે જ શાના? મત વિસ્તાર માં ફરવા માટે ગાડી મળે, ફોનના બીલ પણ દેશની તિજોરીમાંથી ભરાય, બીજી અનેક સુવિધા મળે... અહી કાયદેસરની વાત છે, " બીજી " આવકની વાત અલગ છે, અનેક ભથ્થા મળે, ખર્ચા પાણી મળે તો ખિસ્સામાંથી ખર્ચ કરવાનો આવતો નથી. તોય એમને પગાર ઓછો પડે છે? દેશની સંસદની કાર્યવાહી ખોરવે કે કામકાજ ચાલવા ના દે, સંસદનું ફર્નીચર તોડી નાખે, જે કઈ નુકસાની છે એ તો દેશ અને જનતાના પૈસાની છે, પણ જનતાની કોને પડી છે? લૂટો લૂટો... બેચાર સાંસદો એ પગાર વધારાનો વિરોધ કર્યો અને બીલ અટવાઈ ગયું. અનેક સાંસદો ના પેટમાં તેલ રેડાયું. હો હા હો હા થઇ ગઈ. આ દેશ ને ઉન્નત બનાવવાની વાત કરતા, દેશને વિકસિત બનાવવાની વાત કરતા અનેક આદરણીય અને વડીલ સાંસદો પણ પગાર વધારા મુદ્દે ચુપ રહ્યા, ટૂંકમાં મુક સમર્થન આપ્યું. સાંસદોની આ ભાંડણલીલાનો વિરોધ ના કર્યો. ક્યાંથી કરે. અંતે તો તેઓ પણ તેમની જ જમાતના ને! છેવટે વાત સોનિયાજી સુધી પહોચી અને તેમણે પણ સાંસદોના પગાર વધારાને સમર્થન આપ્યું. સોનિયાજી ના નો પડી શક્યા. ના પાડી હોત તો કોઈ માન્યું હોત કે કેમ તે સવાલ છે.
Subscribe to:
Posts (Atom)
શું છે પ્રેમ??
પ્રેમમાં પ્રેમી કે પ્રેમિકા લક્ષ્ય નહિ પણ પ્રેમ પામવાનું સાધન છે.. લક્ષ્ય તો હોય છે પ્રેમને પામવો પ્રેમને પામવો એટલે ઇશ્વરને પામવો ઈશ્વર, ...
-
‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ પુસ્તક હાલમાં જ વાચ્યું. ગુજરાતી સાહિત્યની તે શીરમોર નવલકથા છે. મનુભાઇ પંચોળી ‘દર્શક’ની સાડા ત્રણ દાયકાની ‘લેખન ...
-
એનું નામ શ્વેતા. રવિવારે સવારે કોફીનો મગ હાથમાં લઇને એ બાલ્કનીમાં ખુરશી પર બેઠી. કોફીના મગમાંથી ઊઠતી ધીમી ધીમી વરાળ સાથે એના મનમાં પણ ...
-
અતૂટ મહેનત કરવા છતાં જ્યારે દશા ના બદલાય ત્યારે દીશા બદલાય છે... સમર્પણ સાથે થયેલા કામની કદર ના થાય ત્યારે દીશા બદલાય છે.. બે-ચાર પૈસાના ...