મોંઘવારી વધી ત્યારે સાંસદોને સાદાઈથી રહેવા અને પ્લેન માં ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરવા કોંગેસ-સોનિયાજીએ સલાહ આપી હતી. અને એમની સલાહ તો આદેશ જેવી. અનેકો એ માની, અને એમની ઈચ્છાનું બરાબર પાલન થાય છે એ દેખાડવા અનેક દેખાડા કર્યા. હવે પગાર વધારાની મોસમમાં બધા સાંસદો પગાર વધારી રટ લગાવી ને બેઠા છે, ના જંપીને બેઠા નથી પણ સંપીને પગાર વધારો લેવાની ગાંઠ વાળીને સંસદમાં હોબાળો મચાવી રહ્યા છે. હવે એમને મોંઘવારી ક્યાં નડતી હશે? એ પ્રશ્ન છે. રેલ્વેમાં અને પ્લેનમાં પણ મુસાફરી તો મફત. એમ તો બસ માં પણ મફત મુસાફરી છે પણ કોઈ જનપ્રતિનિધિ બસમાં તો મુસાફરી કરે જ શાના? મત વિસ્તાર માં ફરવા માટે ગાડી મળે, ફોનના બીલ પણ દેશની તિજોરીમાંથી ભરાય, બીજી અનેક સુવિધા મળે... અહી કાયદેસરની વાત છે, " બીજી " આવકની વાત અલગ છે, અનેક ભથ્થા મળે, ખર્ચા પાણી મળે તો ખિસ્સામાંથી ખર્ચ કરવાનો આવતો નથી. તોય એમને પગાર ઓછો પડે છે? દેશની સંસદની કાર્યવાહી ખોરવે કે કામકાજ ચાલવા ના દે, સંસદનું ફર્નીચર તોડી નાખે, જે કઈ નુકસાની છે એ તો દેશ અને જનતાના પૈસાની છે, પણ જનતાની કોને પડી છે? લૂટો લૂટો... બેચાર સાંસદો એ પગાર વધારાનો વિરોધ કર્યો અને બીલ અટવાઈ ગયું. અનેક સાંસદો ના પેટમાં તેલ રેડાયું. હો હા હો હા થઇ ગઈ. આ દેશ ને ઉન્નત બનાવવાની વાત કરતા, દેશને વિકસિત બનાવવાની વાત કરતા અનેક આદરણીય અને વડીલ સાંસદો પણ પગાર વધારા મુદ્દે ચુપ રહ્યા, ટૂંકમાં મુક સમર્થન આપ્યું. સાંસદોની આ ભાંડણલીલાનો વિરોધ ના કર્યો. ક્યાંથી કરે. અંતે તો તેઓ પણ તેમની જ જમાતના ને! છેવટે વાત સોનિયાજી સુધી પહોચી અને તેમણે પણ સાંસદોના પગાર વધારાને સમર્થન આપ્યું. સોનિયાજી ના નો પડી શક્યા. ના પાડી હોત તો કોઈ માન્યું હોત કે કેમ તે સવાલ છે.
Subscribe to:
Post Comments (Atom)
માણસ
મુશ્કેલીઓ સામે લડતો માણસ, અંદર અંદરથી તૂટતો માણસ. બહારથી અડીખમ પહાડ જેવો ભીતર વેદનામાં ડૂબતો માણસ. ચહેરા પર સ્મિતનો મહોરો પહેરે, અંતરમાં આ...
-
(ગમતાનો ગુલાલ... પુસ્તક વાંચનના આનંદની વહેચણી) કનૈયાલાલ મુનશીની ૧૦૬ વર્ષ પહેલાં (૧૯૧૬)માં લખાયેલી ઐતિહાસિક નવલકથા આજે પણ વાચકોને આકર્ષે છે...
-
સમયાંતરે વાચન વખતે ગમી ગયેલી કેટલીક રચનાઓ, વિચારો, નોંધો, સંદર્ભોને ડાયરીબદ્ધ કરવાની આદત રહી છે. આ બધી જ રચનાઓ જે-તે લેખક-વિચારક-કવિઓની જ ...
-
અધધધ પગાર વધારા મારે સાંસદોએ તાયફો કર્યા બાદ જયારે સંસદમાં સાંસદોના પગાર વધારા માટે ત્રાગડો રચાયો ત્યારે અનેક કોંગ્રેસીઓ અને અનેક દેશવાસ...

No comments:
Post a Comment