Saturday, September 7, 2013

આદત નથી

સમુદ્રમંથનમાંથી નીકળ્યું ઝેર તોય હસતા-હસતા પી ગયા
પછી ગળું લીલું કરીને નીલકંઠ બનવાની આદત નથી

બે પળ હળ્યા-મળ્યા- હસ્યા-બોલ્યા-લડ્યા અને છુટા પડ્યા
પછી વિવાદ છાપરે ચડાવી ''કોઈ''ને રુસ્વા કરવાની આદત નથી

કહેવત છે કે પ્રેમ હોય બિનશરતી, જમાનો શરતી પ્રેમનો છે
પણ શરતોના વાડામાં બંધાઈને પ્રેમ કરવાની આદત નથી


- સંદીપ (અગાઉ લખેલી કવિતા)

મારું એકાંત

મારી એકાંતની દીવાલોમાં
ઘુટેલા લીટા અને ચિત્રોને
વાસ્તવિક દુનિયામાં સાકાર
કરવા માટે મથતો હું....
પ્રસ્વેદ અને આંસુની સ્યાહીથી
કલાકોના કેનવાસ પર પીંછડા મારું છું
કલ્પના અને મહેનતના રંગોથી
આકૃતિઓ બનાવું છું, મિટાવું છું..
કોઈ આકૃતિઓ બની સુંદર તો...
કોઈ બની ના સમજાતી એબ્સર્ડ કૃતિ...
નથી પારંગત આ કલાનો તો પણ
ચિત્રોનો આલ્બમ મજેદાર બનતો જાય છે
- સંદીપ (અગાઉ લખેલી કવિતા)

ત્યારે દીશા બદલાય છે...

અતૂટ મહેનત કરવા છતાં જ્યારે દશા ના
બદલાય ત્યારે દીશા બદલાય છે...
સમર્પણ સાથે થયેલા કામની કદર
ના થાય ત્યારે દીશા બદલાય છે..
બે-ચાર પૈસાના ફરકને જોતા નથી કર્મવીરો
પણ સ્વમાન ઘવાય ત્યારે દીશા બદલાય છે...
રાજ ભલે હોય સાચા, ચાકર દરવખતે ખોટા નથી હોતા..
દર્દ પરાકાષ્ઠાએ અનુભવાય ત્યારે દીશા બદલાય છે..
અવગણનાને તો વારંવાર અવગણીએ ''સંદીપ''
કાબેલિયત પર વાર થાય ત્યારે દીશા બદલાય છે..

સંદીપ કાનાણી (23મી જુલાઈએ લખેલી કવિતા)
 

MY WORK ON NEWS ANGLE 23 FEB 2013


શું છે પ્રેમ??

પ્રેમમાં પ્રેમી કે પ્રેમિકા લક્ષ્ય નહિ  પણ પ્રેમ પામવાનું સાધન છે.. લક્ષ્ય તો હોય છે પ્રેમને પામવો  પ્રેમને પામવો એટલે ઇશ્વરને પામવો ઈશ્વર, ...