Death Wish - જ્યારે મૃત્યુનો ભય હારે
"જ્યારે તમે મૃત્યુને ભેટવા સામી છાતીએ તત્પર હો ત્યારે જિંદગી દોડીને તમને ભેટી પડે છે" 🤗🤗🤗
જિંદગીમાં સૌથી મોટો ડર કયો? 🤔🤔 શું કોઈ માણસ, અરે માણસ શું પશુ, પક્ષી, કીડી, સિંહ , હાથી કોઈ પણ ભયથી મુક્ત છે??
..
જગતમાં ભયથી કોઈ મુક્ત નથી. કોઈ પ્રાણી પણ નહિ.. ભય બધા જીવોમાં મુકાયેલો છે. સમગ્ર વિશ્વમાં માત્ર એક ઘોરખોદિયું એવું પ્રાણી છે, જેનામાં જૈવિક રીતે પણ ભયગ્રંથી નથી. મતલબ કે તેને ભયનો અહેસાસ જ નથી થતો, એવું મે એક પુસ્તકમાં વાચ્યું છે. આવા જો કોઈ બીજા જીવો હોય તો એ મારા ધ્યાનમાં નથી.(કોઈની પાસે વિગત હોય તો જણાવશો તો આનંદ થશે.)
..
આમ ભય તો સહજ છે. તો સૌથી મોટો ભય કયો?? આ સવાલ સામે દરેકના જવાબ અલગ અલગ હોઈ શકે. કોઈને પૈસા ગુમાવવાનો, કોઈને હેલ્થ, કોઈને કશું સ્વજન કે સંબંધ ગુમાવવાનો, કોઈને હારી જવાનો, જીતી ના શકવાનો.. દરેકના ડર અલગ હોય છે. એવું મનાય છે કે, સૌથી મોટો ડર મૃત્યુનો હોય છે. મૃત્યુ એ હકીકત છે છતાં પણ એનો ડર સૌથી મોટો હોય છે.
..
ડર વિનાનું જીવન શક્ય નથી એવું નથી પણ એ સ્થિતિ સહજ નથી. માણસ ડગલે ને પગલે નાના મોટા ડરથી ડરતો રહે છે. પણ ડરને હરાવવાનો એક જ રસ્તો છે, તેનો સામનો કરવો. જો કે મૃત્યુના ડરને હરાવવા માટે કંઈ મરવું જરૂરી નથી. માણસ જીવનમાં પણ મૃત્યુનો ડર ખતમ કરી શકે છે. કોઈ પણ યાત્રાની શરૂઆત એક ડગલાંથી થાય છે. ગિરનાર હોય કે હિમાલય, એક એક ડગલું માંડતા જ ચડી શકાય છે. 🚶🚶🚶ડરનું પણ એવું જ છે. જે વસ્તુ કરવાનો નાનકડો ડર લાગતો હોય, એને હિંમતથી કરવાની શરૂ કરો અને ત્યાં સુધી કરો એ એ ડર ખતમ ન થાય. એ પછી એનાથી થોડા મોટા ડરને હરાવો.💪💪
..
ઓશો રજનીશએ કહ્યું છે કે, ડર પર વિજય એટલે જીવન પર વિજય અને મૃત્યુ પર પણ. ડર ખતમ થઈ જાય પછી જિંદગી તમને દિલ ફાડીને પ્રેમ કરવા લાગે છે, અવનવા અનુભવ થવા લાગે છે. પછી કશું ગુમાવવાનું કે મેળવવાનું રહેતું નથી. 🥳🥳🥳 પછી જિંદગીનું સેલિબ્રેશન શરૂ થાય છે.
..
મૃત્યુના ભય ઉપર વિજય મેળવવાની શરૂઆત પણ એક નાનકડાં ડરને હરાવવાથી શરૂ થાય છે, અને એ યાત્રા સતત ચાલતી રહેવી જોઈએ. એક પછી એક ડરના શિખરો સર કરતા રહેવા પડે છે.🧗🧗🧗 જો કે એ એટલું સહેલું નથી હોતું. પણ અશક્ય પણ નથી.
..
ભગવાન મહાવીર, બુદ્ધ અને તેના અનેક સાધુઓ, અનુયાયીઓ આ સ્થિતિ પામી ચૂક્યા છે. જો કે તેના માટે કંઈ સંસાર છોડવો પણ જરૂરી નથી. શરૂઆત એક નાનકડા ડરને હરાવવાથી કરવાની છે.
મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો, માણસના મોટા ભાગના ડર કાલ્પનિક હોય છે. એટલે કે જે ડર વાસ્તવમાં નથી, માત્ર મનમાં છે, તેને જ હરાવવાનો છે. પણ મન વિરુદ્ધ જવું જ અઘરું છે. જો કે આપણે નાના નાના કલ્પનિક ડર સામે જીતવા લાગીએ અને જાતને એપ્રિશીએટ કરતા રહીએ તો મોટા ડર સામે લડવાની હિંમત આવતી જાય છે.🤺🏊🏄🏄🚵🧗🏂⛷️
શોલેમાં ગબ્બર કહે છે કે, જો ડર ગયા સમજો મર ગયા.
તેની સામે બાહુબલી-૧માં બાહુબલી કહે છે, ઉસ મૃત્યુ કો મારને જા રહા હું મેં.. (હકીકતે મૃત્યુ નહોતું પણ એનો કાલ્પનિક ડર હતો.. જેણે તેને પોતાની સેના સાથે મળી હરાવ્યો.. અને અમરેન્દ્રનું બિરુદ પામ્યો..) વાત ભલે ફિલ્મી હોય પણ એમાં ય બોધ છે.. ડર સામે લડવાનો..
અને અંતે..
જેને જીતવાની ઈચ્છા જ નથી, એને કોઈ હરાવી જ નથી શકતું. 😆😆😆
#death #mysticism #courage #spirituality
(લખ્યા તા: ૨૩ જાન્યુઆરી ૨૦૨૨)