Saturday, September 11, 2010

દેશની તિજોરી લુંટવાનો ત્રાગડો રચાયો ત્યારે રાહુલ પબ્લિક રીલેશનમાં પડ્યા હતા


અધધધ પગાર વધારા મારે સાંસદોએ તાયફો કર્યા બાદ જયારે સંસદમાં સાંસદોના પગાર વધારા માટે ત્રાગડો રચાયો ત્યારે અનેક કોંગ્રેસીઓ અને અનેક દેશવાસીઓ જેને ભાવી વડા પ્રધાનના રૂપમાં જુએ છે તે યુથ આયકોન રાહુલ રાજીવ ગાંધી પબ્લિક રીલેશનના કામમાં પડ્યા હતા, દેશની જનતાના હાલચાલ પૂછવા નીકળ્યા હતા. દેશના અનેક લોકો જયારે સાંસદોના બેફામ પગાર વધારા સામે (પણ) નારાજ હતા ત્યારે અને લોકોમાં આ મુદ્દે રોષ અને નારાજગી (કંઈ ના કરી શકવાની લાચારી પણ) હતી ત્યારે અમેઠીના યુવા સાંસદ (જેની પાસે અનેક લોકોને અપેક્ષા હતી અને હજુ છે ) તેનું કોઈ નોંધપાત્ર નિવેદન ના આવ્યું. ગયા વર્ષે મોંઘવારી અને મંદી વચ્ચે સોનિયાજી એ તમામ સાંસદોને સાદગીને અપીલ કરી હતી, પ્લેનના ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરવા કહ્યું હતું. સોનિયાજીના અને રાહુલના શબ્દને સુચના અને આદેશ માનનારા અનેક કોંગ્રેસીઓએ આ અપીલનું પાલન પણ "કરી દેખાડ્યું." બાદમાં મંદી પૂરી થઇને સાદગી અને કરકસરની વાત વિસરાઈ ગયી. હવે જયારે લાલુ, મુલાયમ (ખરેખર મુલાયમ નહિ પણ જાડી ચામડી છે) જેવા બાહુબલી સાંસદો એ પગાર વધારા માટે હલ્લો અને હોબાળો મચાવ્યો ત્યારે અમેઠીના યુવા સાંસદે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવાની અને દેશવાસીઓની લાગણીને ખરી રીતે ધ્યાનમાં રાખીને સંસદમાં સાંસદોના પગાર વધારાનો વિરોધ કરીને ખરેખર સાદગીનો પક્ષ રાખવાની જરૂર હતી. પણ માતા સોનિયાજીએ સાંસદોના પગાર વધારાને સમર્થ આપ્યું અને જો રાહુલ બાબા વિરોધ કરે તો જે સાથી પક્ષો યુપીએને ટેકો આપી રહ્યા છે, તે નારાજ થઇ જાય અને કેન્દ્રમાં શાસન કરતી કોંગ્રેસની સત્તા હાલક-ડોલક થઇ જાય. એટલે સળગતા મુદ્દાઓ બાબતે મૌન રાખીને (જ્યાં ખરેખર બોલવાની જરૂર છે) દેશવાસીઓની મુલાકાત લીધા કરવાની અને ફરિયાદો સાંભળી તેને હાલ કરવાની સુચના આપ્યા કરવાની. ખોટા (ખરેખર તો સાચા) વિવાદ અને વિરોધમાં નહિ પડવાનું. વડા પ્રધાન બનવા માટે દેશના લોકોને મળીને ખાલી ચોકલેટી બનવાથી નહિ ચાલે, રાહુલ તમારે તમારા દાદી ઇન્દિરાજી અને પિતા રાજીવ જેવી આક્રમકતા પણ દેખાડવી પડશે. કારણ વડા પ્રધાન બન્યા પછી આસપાસ તો હજુરિયા-ખજુરીયા હશે, પણ દેશની સામે અનેક દુશ્મનો પણ હશે. પબ્લિક રીલેશનની સ્ટંટબાજી ને બદલે ભાવી વડા પ્રધાનને સળગતા પ્રશ્નો, લોકોને ખરી રીતે સ્પર્શતા મુદ્દાઓની સમજ, પરખ અને સાથે સંવેદનશીલતા હોવી જરૂરી છે અને યુવા નેતા આ મુદ્દા ને પ્રાથમિકતા આપે અને તેના ઉકેલ માટે આક્રમકતા અને તત્પરતા દાખવે તે જરૂરી છે. રાહુલ હજુ ઘણું શીખવાનું બાકી છે, મુદ્દાઓ, પ્રશ્નો અનેક છે અને આવશે. જોઈએ છે સમય શું કહે છે.

Friday, August 20, 2010

સોનિયાજી સાદગીનો સંદેશ આપી શકે, પગાર વધારાની ના નો પડી શકે !!!

મોંઘવારી વધી ત્યારે સાંસદોને સાદાઈથી રહેવા અને પ્લેન માં ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરવા કોંગેસ-સોનિયાજીએ સલાહ આપી હતી. અને એમની સલાહ તો આદેશ જેવી. અનેકો એ માની, અને એમની ઈચ્છાનું બરાબર પાલન થાય છે એ દેખાડવા અનેક દેખાડા કર્યા. હવે પગાર વધારાની મોસમમાં બધા સાંસદો પગાર વધારી રટ લગાવી ને બેઠા છે, ના જંપીને બેઠા નથી પણ સંપીને પગાર વધારો લેવાની ગાંઠ વાળીને સંસદમાં હોબાળો મચાવી રહ્યા છે. હવે એમને મોંઘવારી ક્યાં નડતી હશે? એ પ્રશ્ન છે. રેલ્વેમાં અને પ્લેનમાં પણ મુસાફરી તો મફત. એમ તો બસ માં પણ મફત મુસાફરી છે પણ કોઈ જનપ્રતિનિધિ બસમાં તો મુસાફરી કરે જ શાના? મત વિસ્તાર માં ફરવા માટે ગાડી મળે, ફોનના બીલ પણ દેશની તિજોરીમાંથી ભરાય, બીજી અનેક સુવિધા મળે... અહી કાયદેસરની વાત છે, " બીજી " આવકની વાત અલગ છે, અનેક ભથ્થા મળે, ખર્ચા પાણી મળે તો ખિસ્સામાંથી ખર્ચ કરવાનો આવતો નથી. તોય એમને પગાર ઓછો પડે છે? દેશની સંસદની કાર્યવાહી ખોરવે કે કામકાજ ચાલવા ના દે, સંસદનું ફર્નીચર તોડી નાખે, જે કઈ નુકસાની છે એ તો દેશ અને જનતાના પૈસાની છે, પણ જનતાની કોને પડી છે? લૂટો લૂટો... બેચાર સાંસદો એ પગાર વધારાનો વિરોધ કર્યો અને બીલ અટવાઈ ગયું. અનેક સાંસદો ના પેટમાં તેલ રેડાયું. હો હા હો હા થઇ ગઈ. આ દેશ ને ઉન્નત બનાવવાની વાત કરતા, દેશને વિકસિત બનાવવાની વાત કરતા અનેક આદરણીય અને વડીલ સાંસદો પણ પગાર વધારા મુદ્દે ચુપ રહ્યા, ટૂંકમાં મુક સમર્થન આપ્યું. સાંસદોની આ ભાંડણલીલાનો વિરોધ ના કર્યો. ક્યાંથી કરે. અંતે તો તેઓ પણ તેમની જ જમાતના ને! છેવટે વાત સોનિયાજી સુધી પહોચી અને તેમણે પણ સાંસદોના પગાર વધારાને સમર્થન આપ્યું. સોનિયાજી ના નો પડી શક્યા. ના પાડી હોત તો કોઈ માન્યું હોત કે કેમ તે સવાલ છે.


Friday, July 9, 2010

સોરી કોંગ્રેસી, મેડમ ને રોટલા નહિ, પીઝા ભાવે છે ....



"ઇશરત જહાં કેસમાં કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનું બંધ કરે" ગુજરાત ભાજપે આમ કહ્યું ત્યારે કોંગ્રેસીઓ એ સમજી જવું જોઈએ. આમેય મેડમનો ઈશારો જ પાર્ટીની નીતિ અને પાર્ટીની લોકશાહી બનતી હોય ત્યાં મુક્ત વિચાર એટલે મેડમ જે વિચારે તેને મુક્ત રીતે પોતાના મુખેથી રજૂ કરવું. હવે હેડલી એ જયારે ઇશરતને પોતાની સાથી ગણાવી એટલે મોદી સામે આક્ષેપ કરવાનો એક મુદ્દો ગુજરાત કોંગ્રેસના હાથમાંથી ગયો. ભાજપના નિવેદનથી ગુજરાત કોંગ્રેસના નેતાઓએ એ વાત તો જરૂર સમજાવી જોઈએ કે મેડમ ને પીઝા ભાવે છે, રોટલા નહિ, એટલે કોંગ્રેસ અ મુદ્દે રાજકીય રોટલા શેકવાનું બંધ કરે......


શું છે પ્રેમ??

પ્રેમમાં પ્રેમી કે પ્રેમિકા લક્ષ્ય નહિ  પણ પ્રેમ પામવાનું સાધન છે.. લક્ષ્ય તો હોય છે પ્રેમને પામવો  પ્રેમને પામવો એટલે ઇશ્વરને પામવો ઈશ્વર, ...