Saturday, January 12, 2019

લવ ટ્રાયેન્ગલનો અંજામ


એક પતંગીયું ફુલ સાથે રોમાન્સ કરતું હતું. 
પવનને ઇર્ષા થઈ. તે વંટોળ બનીને ફુંકાયો.
પતંગીયું ઊડી ગયું.
ફુલની પાંચ-છ પાંખડીઓ પણ ખરી ગઈ.
હાશકારો અનુભવીને પવને મૂડ બદલ્યો.
સૌમ્ય બનીને શીતળ હવારૂપે તે એકલાં પડી ગયેલા ફુલ પાસે આવ્યો.
ફુલ ઉદાસ-ગમગીન થઈ ગયું હતું...
પતંગીયું તો દિલફેંક આશિક હતું. 
તે બીજે વળગી ગયું.
પેલું ફુલ કરમાઈ ગયું.
પવન ફરીથી એકલો પડી ગયો...
- સંદીપ કાનાણી

Thursday, January 3, 2019

રંગીલા રાજકોટ સ્ટાઇલ:: ગાંઠિયાથી ગુડ મોર્નિંગ... ગોલાથી ગુડનાઇટ..


નવગુજરાત સમય, રાજકોટ સમય સ્પે., 2-01-2019. મારું ફીચર.  

રંગીલા રાજકોટ સ્ટાઇલ:

ગાંઠિયાથી ગુડ મોર્નિંગ.. ગોલાથી ગુડ નાઇટ.. 


- એ’લા ભાઈ… ૧૦૦ ગ્રામ ગાંઠીયા દેજે.. સાથે મરચા અને પપૈયાનું ખમણ વધારે મૂકજે.. અનેક રાજકોટીયન્સ માટે આ જાણે ગુડ મોર્નિંગ મંત્રા છે.. 

- એક કેડબરી વિથ આઇસક્રીમ બરફ ગોલા અને એક વેનિલા ડીશ ગોલા… જલ્દી આપજે.. અહીં બેઠા છીએ.. અનેક રાજકોટીયન્સની ગુડ નાઇટ કંઇક આવા મેસેજ સાથે થાય છે.. 

રાજકોટવાસીઓ ખાવાપીવાના ખૂબ જ શોખીન છે. આ શહેરના સ્વાદપ્રેમીઓ એવું અવારનવાર કહેતા હોય છે કે, રાજકોટ જેવો ટેસ્ટ બીજે ક્યાંય નો મળે હો! અનેક રાજકોટીયન્સની સવાર ગાંઠિયાથી થાય છે અને રાત ગોલાથી પડે છે.

ફુલ કે અસ્સલ કાઠિયાવાડી ડીશ પીરસતી રેસ્ટોરાં હવે દેશ તેમજ દુનિયાભરમાં શરૂ થઈ રહી છે, પરંતુ રાજકોટમાં મળતી કાઠિયાવાડી ડીશ જેવી ક્વોલિટી અને સ્વાદ સામે તે કાયમ ફીક્કી જ લાગે છે. ટેસ્ટ કર્યા પછી તેની જાતે જ ખાતરી કરી લેવાની છૂટ.. એવો કોન્ફીડન્સ અહીંના કોમનમેન પણ ધરાવે છે.

રાજકોટ શહેરના ચટપટા ગુજરાતભરમાં મશહૂર છે. ગાંઠિયા ચાહે તે વણેલા હોય કે પાટા-ફાફડા, સાથે જબેલી, પપૈયાનું ખમણ-સંભારો અનોખી લિજ્જત આપી જાય છે. લસણની ચટણીવાળા દાલ-પકવાનની સોડમ તમને પરાણે લારી સુધી ખાવા માટે ખેંચી જાય તેવી હોય છે. તો ઘૂઘરાની લારી કે સ્ટોલ ફરતે કાયમ ચટાકાપ્રેમીઓ મોટી સંખ્યામાં ઘેરાયેલા જોવા મળતા હોય છે. દેશદુનિયામાં મળતા ફાસ્ટફૂડ સામે રાજકોટનો પોતાનો ‘નાસ્તા ટેસ્ટ’ ધી બેસ્ટ છે.

બપોર હોય કે સાંજ… ફુલ કાઠિયાવાડી થાળીનો ટેસ્ટ એટલો જોરદાર હોય છે કે પરાણે વધુ ખવાઈ જાય છે અને પછી ઓડકાર ખાવાની પણ જગ્યા ના બચે તો સમજી લેવું કે બાપુ, તમે રાજકોટમાં જ જમ્યા છો. માત્ર ટેસ્ટ નહીં અહીંથી થાળી ક્વિલિટી માટે પણ એટલી જ જાણીતી છે.

સરેરાશ રોડની પાસે ઊભી રહેતી ફૂડ લારીઓથી લઇને હોટેલની ડીશીશ સુધી.. ટેસ્ટનું સામ્રાજ્ય બધે જ છવાયેલું જોવા મળે છે.

ફુલ ડીશ જમ્યા પછી અહીં સોડા પીવી એ મહેમાનગતિ નહીં, પણ રિવાજ છે. એ પછી પાનની લિજ્જતનું અનોખું ડેઝર્ટ કાઠિયાવાડની ટેસ્ટની લાલી તમારા હોઠો પર મૂકી જાય છે.

થોડી લટાર માર્યા પછી અહીં રંગબેરંગી ટેસ્ટી ગોલા તમારી રાહ જોઇને ઊભા હોય છે. અહીંના ગોલાનો ટેસ્ટ ગ્લોબલ છે. અનેક ગેટ ટુગેધર ગોલા સેન્ટર પર થાય છે અને ગુડ નાઇટનો સ્વીટ મેસેજ ગોલાના ટેસ્ટ સાથે જ અપાય છે.

Tuesday, January 1, 2019

.. वरना सच्ची बात ये है मस'अला कोई नहीं

आशना  होते  हुए भी आशना कोई नहीं
जानते हैं सब मुझे, पहचानता कोई नहीं

एक तन्हा मेरे ज़िम्मे क्यों हैं कार-ए-एहतिजाज
बोलना सब जानते हैं, बोलता कोई नहीं

म'यकशी की भी सज़ा है, ख़ुदकशी की भी सज़ा
कौन किस मुश्किल में है, ये देखता कोई नहीं

मुख़तलिफ़ लफ़्ज़ों में ये है अब मिज़ाज-ए-दोस्ती
राब्ता सब से है लेकिन, वास्ता कोई नहीं

हमने ख़ुद पैदा किये हैं ज़िंदगी में मस'अले
वरना सच्ची बात ये है मस'अला कोई नहीं

ख़ुद कलामी थी जिसे मैं गुफ़्तगू समझा किया
मैं अकेला था, यहाँ आया-गया कोई नहीं

हुस्न हो ना-महरबाँ, या इश्क़ ही बे-महर हो
हार दोनों की है इसमें जीतता कोई नहीं

एक पत्थर आज मेरी आँख पर आकर गिरा
मैं ग़लत समझा, मुझे पहचानता कोई नहीं

(મિત્રએ મોકલેલી અને ગમી ગયેલી કવિતા)

શું છે પ્રેમ??

પ્રેમમાં પ્રેમી કે પ્રેમિકા લક્ષ્ય નહિ  પણ પ્રેમ પામવાનું સાધન છે.. લક્ષ્ય તો હોય છે પ્રેમને પામવો  પ્રેમને પામવો એટલે ઇશ્વરને પામવો ઈશ્વર, ...