Saturday, January 22, 2022

ભૂલી જાવ બધું..આનંદથી જીવો...

ચિંતન, મનન કે ધ્યાનની કોઈ ક્ષણે 🧘🧘 ક્યારેક એ જાણ પણ થઈ જાય, દેખાય જાય કે અહેસાસ થઈ જાય આપણે કોણ છીએ અને કોઈક હેતુસર પૃથ્વી પર આવ્યા છીએ. પણ એ અહેસાસ થયા પછી જો સતત તેની યાદ કે આભામાં રહીએ તો આપણે સરખું જીવી શકતા નથી. 

..

જે ચેતનાનો હિસ્સો આપણે છીએ, તેનો અહેસાસ અને અત્યારે તેની સાથે ના હોવાની યાદ દર્દ આપ્યા કરે અને આપણી ભૂમિકા નિભાવવામાં અડચણ આવે. એટલે જ ઈશ્વર આપણને એ બધું ભુલવાડી દે છે અને એ જરૂરી પણ છે. ખુદ ભગવાન જન્મે તો પણ એ પોતાનું દેવત્વ ભૂલીને માણસની જેમ જીવે છે. રામાયણ અને મહાભારતમાં પ્રસંગો છે. 

..

બાળક જન્મે ત્યારે સખત રડે છે. વિજ્ઞાનની ભાષામાં એ રડતા રડતા ઓક્સિજન લે છે પણ એના રુદનમાં દર્દ પણ હોય છે. એ પોતાનું ભાવ વિશ્વ છોડીને પૃથ્વી પર આવે અને આંખો ખોલે તો એને બધું અજબ અને નવું લાગે છે. એ પોતાના મૂળ કે ભાવ વિશ્વથી છૂટો પડ્યો એનું દર્દ એનામાં હોય છે. 😔😔

..

ભાવ વિશ્વમાં વિહરતા અનેક અહેસાસ થાય પણ નોર્મલ લાઇફ જીવવા એ બધું ભૂલવું પડે અને ભૂલી જવાય એ જ સારું. સમય આવ્યે એની જાણ આપમેળે થાય છે. ભાવ વિશ્વ તમને અંતરથી સમૃદ્ધ બનાવે પણ માણસ તરીકે જીવવા માટે ગુણ, અવગુણ સહિતની ત્રિગુણી પ્રકૃતિમાં રહેવું પડે છે. 🚶🏋️⛹️🚴

..

એટલે આખરે ઈશ્વરને પ્રાર્થના તો એટલી જ હોય કે, આપણે આપણી ભૂમિકા બરાબર નિભાવી શકીએ.🙏🙏

અને અંતે...


"મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરો.."


#spirituality #love #compassion #meditation #prayer

Friday, January 21, 2022

પુસ્તક લખવું એટલે શું???✍️✍️

 "દરેક પુસ્તકમાં એક કે એક કરતાં વધુ કથા હોય છે. પણ એક શ્રેષ્ઠ પુસ્તકના લેખન પાછળ પણ એક કે એકથી વધુ કથા હોય છે. અને એ કથા પુસ્તકની કથા કરતા પણ ઘણીવાર વધુ મજેદર હોય છે."📚

..

આજકાલ માર્કેટમાં રંગબેરંગી પુઠા અને ચિત્રોવાળા અનેક પુસ્તકો હોય છે. પણ આકર્ષક પુઠું જોઈને વાચવા લીધેલું પુસ્તક, ખરીદીને વાચ્યું હોય તો લાગે કે સમય અને પૈસા બંને બગડ્યા છે. જો લાયબ્રેરીમાંથી લઈને વાચ્યું હોય તો લાગે કે સમય બરબાદ થયો.. 😠

..

વળી, અનેક પુસ્તકો ઉપર લખ્યું હોય છે કે બેસ્ટ સેલર.. ??? 🤔🤔🤔 શું પુસ્તક એટલે ખરીદવું કે કમે બેસ્ટ સેલર છે?? પુસ્તકનું મૂલ્ય એના કન્ટેન્ટ પરથી નક્કી થાય.. નહીં કે વેચાણ પરથી.. પણ માર્કેટિંગના જમાનામાં ચાલે છે બધું. 

..

એવું પુસ્તક કે જે બેસ્ટ કેટેગરીમાં આવતું હોય, એને લખવા માટે ખાસ્સી મહેનત, રિસર્ચ અથવા સર્જનાત્મકતા અને લેખન સાધના જોઈએ. મનુભાઈ પંચોળીની ઝેર તો પીધાં જાણી જાણી ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ સર્વકાલીન નવલકથામાં ગણના પામે છે. પણ ૩ ભાગમાં લખાયેલી આ નવલકથા ત્રણ દાયકે લખાઈ છે. પ્રથમ ભાગ ૧૯૫૨માં આવ્યા પછી ત્રીજો ભાગ ૧૯૮૨માં આવ્યો હતો. 📚📚 વળી આ પુસ્તક લખતા પહેલા મનુભાઈએ એ સમયના જે વર્તમાન પ્રવાહો, પુસ્તકો અને ઐતિહાસિક સંદર્ભોનો અભ્યાસ કર્યો છે, એ તો એ પુસ્તકો અને સંદર્ભોની યાદી જોઈએ ત્યારે ખ્યાલ આવે. આટલા તપ પછી કોઈ પુસ્તક લખાયું હોય તો એ બેસ્ટ જ હોય.👌👌

..

દરેક પુસ્તકમાં એક કથા કે એક કરતાં વધુ કથા હોય છે. પણ એક શ્રેષ્ઠ પુસ્તક પાછળ પણ એક કે એકથી વધુ કથા હોય છે. અને એ કથા પુસ્તકની કથા કરતા પણ ઘણીવાર વધુ મજેદર હોય છે.

જો કે પુસ્તક લખવું એ તેના વિષય અને પ્રકાર પર જાય છે. બધા પુસ્તકો કંઈ રિસર્ચ સાથે નથી લખાતા.. (ક્રમશ:) 

#booklover #literaturelove #storybehindbook

Sunday, January 16, 2022

લવલી પાન હાઉસ (ગમતાનો ગુલાલ)

"પૃથ્વી પર આવનારું દરેક રહસ્યો લઈને જ જન્મે છે. રહસ્યો ઉકેલવાની મથામણમાં નવાં રહસ્યો  મેળવે છે અને રહસ્યો સાથે વિદાય લે છે. મારી એકલાની બાબતમાં એનાથી અલગ કઈ રીતે થઈ શકવાનું? (પેજ ૮૬)

"નસીબ. અનેકવાર સાંભળ્યું છે પણ કદીયે નજરે જોયું નથી. રેવા કહેતી હતી કે એનો ગોરિયો નસીબ લઈને જ આવ્યો છે. સાંભળીને કેટલીયે વાર ખિસ્સાં તપાસ્યાં હતાં. કંઇ મળ્યું ન હતું. કદાચ નાનકડો હતો એટલે ખોઈ નાખું માનીને રેવાએ લઈ, સાચવીને ક્યાંય મૂકી છાંડ્યું હોય. એક દિવસ પાછું આપશે એવું પણ માનેલું. 

મોટો થયો તો જાણ્યું કે રહસ્યમય વસ્તુ ન તો ખિસ્સા માં સમાય ના તો ક્યાંય સંતાડી શકાય. લઈ કે આપી તો શકાય જ નહિ. એ તો ગોપનીય, અદૃશ્ય શાહીથી, અણ ઉકેલી લિપિમાં લખાયેલું હોય. કપાળ પાછળ, હથેળીમાં કે ના જાણે ક્યાં, કોઈ જાણતું નથી.  છતાં તેના હોવા વિશે કોઈને સહેજ પણ શંકા નથી." (પેજ ૮૨)ઓ

લવલી પાન હાઉસ -  આ પુસ્તકના ગમી ગયેલા વાક્યો.

ધ્રુવ ભટ્ટની રચનાઓ હંમેશા ગમે છે. તાજેતરમાં જ લવલી પાન હાઉસ વાંચી છે. ધ્રુવ ભટ્ટ દાદા હોય એટલે માનવ અને પ્રકૃતિના તાર જોડાયેલા હોય, કંઇક પ્રકૃતિની રહસ્યમય વાતો હોય, એક કન્યા હોય જે બધું સમજતી, જાણતી હોય...

આ બધા વચ્ચે પણ લવલીમાં એક સસ્પેન્સ છે, જે સૌથી છેલ્લે છતું થાય છે.

પાટણની પ્રભુતા... શેમાં??

(ગમતાનો ગુલાલ... પુસ્તક વાંચનના આનંદની  વહેચણી) 

કનૈયાલાલ મુનશીની ૧૦૬ વર્ષ પહેલાં (૧૯૧૬)માં લખાયેલી ઐતિહાસિક નવલકથા આજે પણ વાચકોને આકર્ષે છે. અત્યાર સુધીમાં તેની અનેક આવૃત્તિ અને હજારો નકલો પ્રકાશિત થઈ છે.📚📚📚 📚📚📚📚 જે સમયે ઇતિહાસ જાણવા માટે પૂરતા સાધનો નહોતા, એવા સમયમાં મુનશીએ સંદર્ભો મેળવીને અસ્સલ ઇતિહાસ વાચતા હોય એ રીતે લખેલી આ નવલકથા હમણાં વાંચી.📖📖📖📖📖 અગાઉ થોડી વાંચી હતી પણ ભૂલી ગયો હતો એટલે ફરી વાંચી. કથાની રજૂઆત અને એકે એક પાત્રો છેક સુધી જકડી રાખે છે. આખી કથા વાંચતા એ સવાલ થાય કે, પાટણની પ્રભુતા શામાં?? તેના શાસનમાં? સમૃદ્ધિમાં? રાજામાં? પ્રજામાં? .. ..🤔🤔

..

આ સવાલનો જવાબ છેલ્લા ભાગોમાં મળે છે જ્યારે મુંજાલ મહેતા પાટણ આવે છે અને ત્યાંના રખેવાળો થઈને બેઠેલાને સમજાવે છે કે, તેમનો ખરો રષ્ટ્રધર્મ શો??⛳⛳

..

..

મીનળદેવીની વિનંતીથી કદાચ એ સમાધાન માટે ના આવ્યો હોય (એવું મુંજાલ કહે છે) પણ જે પાટણની પ્રભુતા જોવા એ તરસતો હતો એ ક્ષણ જોઈને એ સમાધાન માટે આવ્યો હતો અને મુત્સદ્દીથી એણે પાટણને ફરી એક કર્યું..

...

મુંજાલનો એ જવાબ ખાસ નોંધવા જેવો છે;✍️✍️

"જ્યારે મેં સાંભળ્યું કે પરદેશીઓનાં પગલાં સાંભળી પાટણ એકી અવાજે સામે થયું છે, ત્યારે મારું જીવવું મેં સાર્થક લેખ્યું. આ ભૂમિ દેવતાઈ છે, એના વીરપુત્રો દેવાંશી છે તેની ત્યારે જ મને ચોક્કસ ખાતરી થઈ.."

"ભીમદેવ મહારાજે પાટણ પાછું લીધું ત્યારપછી કેટલે વર્ષે બધામાં એક ઉત્સાહ આવ્યો છે! બધા એક માણસનો બોલ ઉઠાવવા તૈયાર છે. જો તે માણસ સમયનો સદુપયોગ કરે તો પાટણનો ડંકો દિગંતો સુધી સંભળાય.."

સાર: જ્યારે કોઈ રાષ્ટ્રની પ્રજા પોતાના આત્મરક્ષણ માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર થાય, ત્યારે એ   કટોકટીની સાથે ઇતિહાસ રચવાની સુવર્ણ ઘડી પણ હોય છે.. કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યની પ્રભુતા તેના નાગરિકોના આ સત્વમાં જ રહેલી છે.🇮🇳

Friday, January 7, 2022

જોઈએ છે મિત્રો... જે આકાશને હગ કરી શકે...

શું તમે ક્યારેય ખુલ્લા આસમાનને હગ કર્યું છે? ક્યારેય પતંગિયાને કિસ કરી છે? ક્યારેય ફૂલોને આઇ લવ યુ કહ્યું છે?? શું તમે પુસ્તકોને પ્રેમ કર્યો છે?? કદાચ પ્રત્યક્ષ અર્થમાં આવું નહિ કર્યું કે કહ્યું હોય... પણ એવી લાગણીઓ કે ભાવ તો થયા જ હશે.. જો આવું થયું હોય તો, તમે એકદમ જીવંત વ્યક્તિ છો, તમારી સંવેદના એકદમ તરોતાજા છે. 🌷🌷🌷

જ્યારે તમે પ્રકૃતિ સાથે જોડાવ છો ત્યારે તમારી સંવેદના જીવંત થઈ ઊઠે છે. આ સંવેદના જેટલી ગહેરી બને છે, અંદર આનંદના ઝરણાં એટલાં જ ખળખળ કરતાં વહે છે 🏞️🏞️🏞️

...આગળ જતાં આ સંવેદના જ ધ્યાન - મેડિટેશન બનવા લાગે છે 🧘🧘🧘..

કોઈ બાળકને ધ્યાન કરવાની જરૂર નથી પડતી.. તે પોતે જ નેચર સાથે કનેક્ટેડ હોય છે અને એકદમ જીવંત હોય છે, એટલે જ આપણને બાળકો રમાડવા ખૂબ ગમે છે.. એમની સાથે રમીને આપણે ખુશ થઈ જઈએ છે... 🧑‍🍼🧑‍🍼🤱🤱

ઓશો રજનીશ કહે છે, ધ્યાન એ સંવેદના વચ્ચે જ જન્મે છે. ધ્યાન એ પરમ સંવેદનાનું નામ છે. જ્યારે તમારી ઇન્દ્રિયો પોતાની સમગ્રતામાં પરિપૂર્ણ રીતે સક્રિય હોય છે, જાગૃત હોય છે ત્યારે તમારી અંદર નવું ફૂલ ખીલે છે...🌼🌼🌼 જેનો તમને અત્યાર સુધી અહેસાસ નહતો. ધ્યાનનો અર્થ છે જીવનની ગહનતમ સંવેદના.🧘🧘🧘🧘

નેચર અને માનવના કનેક્શન અંગે ઘણા મનોવૈજ્ઞાનિક અભ્યાસો થયા છે. જેમાં સર્વ સામાન્ય તારણ એવા સામે આવે છે કે, જે લોકો નેચર (કુદરત, પ્રકૃતિ) સાથે જોડાયેલા હોય છે, તેઓ વધુ આનંદિત, સુખી, સંતોષી હોય છે. તેમનું અન્યો સાથેનું વર્તન પણ સારું હોય છે. તેઓ લાગણી અને આવેગની રીતે વધુ સંતુલિત હોય છે.

જરૂરી નથી કે નેચર સાથે કનેક્ટ થવા માટે તમે જંગલમાં જતાં રહો.. તમારી આસપાસ અને વૃક્ષો હશે, ફૂલો હશે, અનેક કૂતરા, ગાય, પશુઓ, પક્ષીઓ હશે, આકાશ અને ધરતી છે.. બસ એને મહેસૂસ કરવાની કોશિશ કરો.. એની સાથે જોડાવાની કોશિશ કરો.. એમના તરફ ધ્યાન આપવાનું શરૂ કરો.. 😎😎

બસ તમારી સંવેદનાઓ જાગૃત થતી જશે.. 

I Love the people who hug the sky, love the nature.. If you are  one of them.. pls stay connected. 🤝🤝

જોઈએ છે એવા મિત્રો.. જે આકાશને હગ કરી શકે.. પ્રકૃતિને પ્રેમ કરી શકે.. 💐💐

Thursday, January 6, 2022

૫ જ મિનિટની મુલાકાતમાં I Love U ને સામેની વ્યક્તિ ખુશ...

 કોઈને I Love U કહેવું હોય તો? અને તે પણ માત્ર ૫ જ મિનિટની મુલાકાત પછી?? 🤔🤔

દુનિયામાં દરેક માણસ આ શબ્દો સાંભળવા કે મહેસૂસ કરવા માગતો હોય છે. કારણ કોઈનો પ્રેમ તેની સાથે છે એ અહેસાસ તેને જીવવા માટેની તાકાત આપે છે, એને એક blessings 😇😇 ની ફિલિંગ પણ આપે છે. અંદરથી તૂટેલી કે વિખરાયેલી વ્યક્તિને ફરી બેઠા થવાની તાકાત આપે છે. દુનિયામાં કોઈપણ વ્યક્તિ કોઈને પણ આ ત્રણ મેજિક વર્ડ્સ કહી શકે છે, સવાલ એ છે કે એ ક્યા ભાવ સાથે, કઈ લાગણી સાથે કહે છે.

💓💓💓

ગઈકાલે એક વ્યક્તિને મળ્યો. નાસ્તાના ટેબલ પર અમે બંને સાથે હતાં. એ વ્યક્તિ સ્થૂળ અર્થમાં જોઈએ તો સફળ હતી, એક નામ હતું અને કોઈને જેલસી થાય એવો રેકોર્ડ હતો. આમ છતાં આંખોમાં ઘેરી ઉદાસીનતા હતી. અમારે વાત થઈ અને તેની સફળતા બદલ મે અભિનંદન પણ આપ્યાં. પણ લાગ્યું કે પાર્ટી ક્યાંય અંદરથી તૂટેલી છે. ૫ મિનિટ માંડ વાત થઈ અને મારી ચા પૂરી થઈ એટલે હું જવા ઉઠ્યો તો મને કહે, "બેસોને.. એક વાત કરવી છે. મને લાગે છે કે હું તમને આ વાત કરી શકીશ. હું અંદરથી ખૂબ તૂટી ગયો છું."

પછી કહે, "હું સફળ છું. મારું નામ છે પણ બધા મને સાયકિક કહે છે. તમને પણ એવું લાગે છે..??" 😔😔 સફળતાની ટોચ પર પણ એ વ્યક્તિ એકલી હતી.

મેં તુરંત કહ્યું, "I love U.. .. ... .... ..." એ મારી સામે જોયા કર્યો. મે કહ્યું કે, "તું ખૂબ સારી વ્યક્તિ છે, અને જે લોકો તને આવું કહે છે, તે તને સમજી નથી શકતા. તારા જેવી ટેલેન્ટેડ વ્યક્તિ આપણા દેશ માટે ઘણું કરી શકે છે." 

એ પછી થોડી વાતો થઈ અને મે ૩થી ૪ વાર તેને I love U પૂરા દિલથી કહી ખભો થાબડ્યો. 🫂🫂

તેણે મને તેનો મૂળ પ્રશ્ન કહ્યો એ પહેલાં જ મેં કહ્યું કે, તારો મૂળ (મનોવૈજ્ઞાનિક) પ્રશ્ન આ છે. અને તેનું પદ્ધતિસર નિરાકરણ કેમ લાવી શકાય એ પણ કહ્યું. ક્યાંથી આવી શકે નિરાકરણ એ પણ જણાવ્યું. 

એ વ્યક્તિમાં કંઇક વિશ્વાસનો સંચાર અને અંદરથી બેઠી થતી હોય એવું લાગ્યું. એને એના ઉકેલનો માર્ગ બતાવી મે રજા લીધી ત્યારે એની આંખોમાં ચમક હતી..

વાસ્તવિકતા એ છે કે, વ્યક્તિ એક ફિલ્ડમાં સફળ થાય છે પણ બધામાં સફળ નથી જઈ શકતી. બધા લોકો માટે બધા ફિલ્ડ નથી હોતાં. એમાંય વાત જ્યારે લાગણીઓને અપેક્ષા, વર્ક લાઇફ, મહત્વાકાંક્ષા, પરિવાર, વચ્ચે બેલેન્સ કરવાની હોય ત્યારે ઘણું અઘરું પડે. આ આપેક્ષાઓ અને સફળતાનો બોજો માણસને અંદરથી તોડી નાખી છે, એકલી પાડી દે છે. આ સમયે આવા હૂંફભર્યા શબ્દો તેને ફરી આનંદથી જીવવા માટેની તાકાત આપે છે.☺️☺️

એ સફળ વ્યક્તિને મે એક સવાલ પૂછ્યો હતો કે, "તું સફળ છે પણ હેપ્પી છે??" 🤔

જો તમારી સફળતા તમને આનંદ નથી આપતી તો એ બોજ બની જાય છે.. 🥺🥺

માટે સફળતાની સાથે આનંદ મળવો અને માણવો પણ એટલો જ જરૂરી છે...અરે ક્યારેક તો આનંદ, સુખ મેળવવું એ જ સફળતા, એ જ ધ્યેય હોય છે..🕺🚴🤸🏃⛹️🏄🏊🤽🪂🚣

ઓશો રજનીશની એક બુકમાં વાચ્યું હતું કે, પ્રેમ વ્યક્તિથી શરૂ થાય છે અને જ્યારે સમષ્ટિ પ્રત્યે પરિવર્તિત થઈ જાય ત્યારે અધ્યાત્મ બની જાય છે.. 🧘🧘🌈🌈

અને અંતે...

પ્યાર  બાંટતે ચલો..


શું છે પ્રેમ??

પ્રેમમાં પ્રેમી કે પ્રેમિકા લક્ષ્ય નહિ  પણ પ્રેમ પામવાનું સાધન છે.. લક્ષ્ય તો હોય છે પ્રેમને પામવો  પ્રેમને પામવો એટલે ઇશ્વરને પામવો ઈશ્વર, ...