ચિંતન, મનન કે ધ્યાનની કોઈ ક્ષણે 🧘🧘 ક્યારેક એ જાણ પણ થઈ જાય, દેખાય જાય કે અહેસાસ થઈ જાય આપણે કોણ છીએ અને કોઈક હેતુસર પૃથ્વી પર આવ્યા છીએ. પણ એ અહેસાસ થયા પછી જો સતત તેની યાદ કે આભામાં રહીએ તો આપણે સરખું જીવી શકતા નથી.
..
જે ચેતનાનો હિસ્સો આપણે છીએ, તેનો અહેસાસ અને અત્યારે તેની સાથે ના હોવાની યાદ દર્દ આપ્યા કરે અને આપણી ભૂમિકા નિભાવવામાં અડચણ આવે. એટલે જ ઈશ્વર આપણને એ બધું ભુલવાડી દે છે અને એ જરૂરી પણ છે. ખુદ ભગવાન જન્મે તો પણ એ પોતાનું દેવત્વ ભૂલીને માણસની જેમ જીવે છે. રામાયણ અને મહાભારતમાં પ્રસંગો છે.
..
બાળક જન્મે ત્યારે સખત રડે છે. વિજ્ઞાનની ભાષામાં એ રડતા રડતા ઓક્સિજન લે છે પણ એના રુદનમાં દર્દ પણ હોય છે. એ પોતાનું ભાવ વિશ્વ છોડીને પૃથ્વી પર આવે અને આંખો ખોલે તો એને બધું અજબ અને નવું લાગે છે. એ પોતાના મૂળ કે ભાવ વિશ્વથી છૂટો પડ્યો એનું દર્દ એનામાં હોય છે. 😔😔
..
ભાવ વિશ્વમાં વિહરતા અનેક અહેસાસ થાય પણ નોર્મલ લાઇફ જીવવા એ બધું ભૂલવું પડે અને ભૂલી જવાય એ જ સારું. સમય આવ્યે એની જાણ આપમેળે થાય છે. ભાવ વિશ્વ તમને અંતરથી સમૃદ્ધ બનાવે પણ માણસ તરીકે જીવવા માટે ગુણ, અવગુણ સહિતની ત્રિગુણી પ્રકૃતિમાં રહેવું પડે છે. 🚶🏋️⛹️🚴
..
એટલે આખરે ઈશ્વરને પ્રાર્થના તો એટલી જ હોય કે, આપણે આપણી ભૂમિકા બરાબર નિભાવી શકીએ.🙏🙏
અને અંતે...
"મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરો.."
#spirituality #love #compassion #meditation #prayer