Saturday, November 18, 2023

ઈશ્ક ઈબાદત

ઈશ્ક ઔર ઈબાદત મેં દીવાનગી ઇસ મંઝર પર પહુંચી.. 🤲

એક કો રબ મેં મહેબૂબ દિખતા હૈ 🛐

દૂસરે કો મહેબૂબ મેં રબ દિખતા હૈ. 📿

©સંદીપ_કાનાણી

(લખ્યા તા: ૩૧ જાન્યુઆરી, ૨૦૨૩)



મિત્રતા વિશે

વિશ્વભરમાં સામાન્ય રીતે મિત્રતા ત્રણ રીતની હોય છે. પણ ચોથો પ્રકાર થોડો અઘરો અને ઓછા પ્રમાણમાં જોવા મળે છે. 

1. Friendship of Profit - કંઈક લાભ મળશે તેવી આશાએ થતી મિત્રતા. 

2. Friendship of Principle - બે સમાન વિચાર - આદર્શ ધરાવતા લોકો વચ્ચે થતી મિત્રતા.  

3. Friendship of Pleasure - જ્યાં મિત્રતાનો તંતુ કોઈ આનંદ-મોજ-શોખની બાબતો સાથે જોડાયેલો હોય છે. 

4. Friendship of Devotion - બહુ ઉચ્ચ પ્રકારની મિત્રતા. જ્યાં સમર્પણભાવ હોય છે, કંઈક આપવાની કરી છૂટવાની તમન્ના હોય છે, જરૂરી નથી કે વ્યક્તિ સાથે જ હોય, પોતાના ધ્યેય, લક્ષ્ય, માતૃભૂમિ, માતૃભાષા, દેશ, રાષ્ટ્ર માટે પણ આવો મિત્રભાવ હોઈ શકે. 

(મનોવિજ્ઞાનના પ્રાધ્યાપકના સાંભળેલા વ્યાખ્યાનમાંથી કેટલાક અંશો) 

(Dedicated to All My કમ્બખ્ત Friends who are very close to my Heart)

(પોસ્ટ લખ્યા તા: ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૨) 



Death Wish - જ્યારે મૃત્યુનો ભય હારે

 Death Wish - જ્યારે મૃત્યુનો ભય હારે 


"જ્યારે તમે મૃત્યુને ભેટવા સામી છાતીએ તત્પર હો ત્યારે જિંદગી દોડીને તમને ભેટી પડે છે" 🤗🤗🤗


જિંદગીમાં સૌથી મોટો ડર કયો? 🤔🤔 શું કોઈ માણસ, અરે માણસ શું પશુ, પક્ષી, કીડી, સિંહ , હાથી કોઈ પણ ભયથી મુક્ત છે?? 

..

જગતમાં ભયથી કોઈ મુક્ત નથી. કોઈ પ્રાણી પણ નહિ.. ભય બધા જીવોમાં મુકાયેલો છે. સમગ્ર વિશ્વમાં માત્ર એક ઘોરખોદિયું એવું પ્રાણી છે, જેનામાં  જૈવિક રીતે પણ ભયગ્રંથી નથી. મતલબ કે તેને ભયનો અહેસાસ જ નથી થતો, એવું મે એક પુસ્તકમાં વાચ્યું છે. આવા જો કોઈ બીજા જીવો હોય તો એ મારા ધ્યાનમાં નથી.(કોઈની પાસે વિગત હોય તો જણાવશો તો આનંદ થશે.)  

..

આમ ભય તો સહજ છે. તો સૌથી મોટો ભય કયો?? આ સવાલ સામે દરેકના જવાબ અલગ અલગ હોઈ શકે. કોઈને પૈસા ગુમાવવાનો, કોઈને હેલ્થ, કોઈને કશું સ્વજન કે સંબંધ ગુમાવવાનો, કોઈને હારી જવાનો,  જીતી ના શકવાનો.. દરેકના ડર અલગ હોય છે. એવું મનાય છે કે, સૌથી મોટો ડર મૃત્યુનો હોય છે. મૃત્યુ એ હકીકત છે છતાં પણ એનો ડર સૌથી મોટો હોય છે. 

..

ડર વિનાનું જીવન શક્ય નથી એવું નથી પણ એ સ્થિતિ સહજ નથી. માણસ ડગલે ને પગલે નાના મોટા ડરથી ડરતો રહે છે. પણ ડરને હરાવવાનો એક જ રસ્તો છે, તેનો સામનો કરવો. જો કે મૃત્યુના ડરને હરાવવા માટે કંઈ મરવું જરૂરી નથી. માણસ જીવનમાં પણ મૃત્યુનો ડર ખતમ કરી શકે છે. કોઈ પણ યાત્રાની શરૂઆત એક ડગલાંથી થાય છે. ગિરનાર હોય કે હિમાલય, એક એક ડગલું માંડતા જ ચડી શકાય છે. 🚶🚶🚶ડરનું પણ એવું જ છે. જે વસ્તુ કરવાનો નાનકડો ડર લાગતો હોય, એને હિંમતથી કરવાની શરૂ કરો અને ત્યાં સુધી કરો એ એ ડર ખતમ ન થાય. એ પછી એનાથી થોડા મોટા ડરને હરાવો.💪💪

..

ઓશો રજનીશએ કહ્યું છે કે, ડર પર વિજય એટલે જીવન પર વિજય અને મૃત્યુ પર પણ. ડર ખતમ થઈ જાય પછી જિંદગી તમને દિલ ફાડીને પ્રેમ કરવા લાગે છે, અવનવા અનુભવ થવા લાગે છે. પછી કશું ગુમાવવાનું કે મેળવવાનું રહેતું નથી. 🥳🥳🥳 પછી જિંદગીનું સેલિબ્રેશન શરૂ થાય છે.

..

મૃત્યુના ભય ઉપર વિજય મેળવવાની શરૂઆત પણ એક નાનકડાં ડરને હરાવવાથી શરૂ થાય છે, અને એ યાત્રા સતત ચાલતી રહેવી જોઈએ. એક પછી એક ડરના શિખરો સર કરતા રહેવા પડે છે.🧗🧗🧗 જો કે એ એટલું સહેલું નથી હોતું. પણ અશક્ય પણ નથી.

..

ભગવાન મહાવીર, બુદ્ધ અને તેના અનેક સાધુઓ, અનુયાયીઓ આ સ્થિતિ પામી ચૂક્યા છે. જો કે તેના માટે કંઈ સંસાર છોડવો પણ જરૂરી નથી. શરૂઆત એક નાનકડા ડરને હરાવવાથી કરવાની છે.


મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો, માણસના મોટા ભાગના ડર કાલ્પનિક હોય છે. એટલે કે જે ડર વાસ્તવમાં નથી, માત્ર મનમાં છે, તેને જ   હરાવવાનો છે. પણ મન વિરુદ્ધ જવું જ અઘરું છે. જો કે આપણે નાના નાના કલ્પનિક ડર સામે જીતવા લાગીએ અને જાતને એપ્રિશીએટ કરતા રહીએ તો મોટા ડર સામે લડવાની હિંમત આવતી જાય છે.🤺🏊🏄🏄🚵🧗🏂⛷️


શોલેમાં ગબ્બર કહે છે કે, જો ડર ગયા સમજો મર ગયા. 


તેની સામે બાહુબલી-૧માં બાહુબલી કહે છે, ઉસ મૃત્યુ કો મારને જા રહા હું મેં.. (હકીકતે મૃત્યુ નહોતું પણ એનો કાલ્પનિક ડર હતો.. જેણે તેને પોતાની સેના સાથે મળી હરાવ્યો.. અને અમરેન્દ્રનું બિરુદ પામ્યો..) વાત ભલે ફિલ્મી હોય પણ એમાં ય બોધ છે.. ડર સામે લડવાનો.. 


અને અંતે..


જેને જીતવાની ઈચ્છા જ નથી, એને કોઈ હરાવી જ નથી શકતું. 😆😆😆


#death #mysticism #courage #spirituality

(લખ્યા તા: ૨૩ જાન્યુઆરી ૨૦૨૨)

... એવું પણ બને

 ઈન્તેજારની લાંબી પળો પછી ક્યારેક એવું પણ બને,

જેની જોતા હો રાહ, એ સામે આવી ચડે એવું પણ બને

.

બંદગી કરવા માટે શું મસ્જિદ સુધી જવું જરૂરી છે?

ગહરી હો ચાહ તો ખુદા ખુદ આવે એવું પણ બને

.

સર કરી લો ગિરનારના બધા શિખરો છતાં કશું ના મળે

ને ક્યારેક એ ગરવો સામેથી આવી મળે એવું પણ બને

.

"શબદ"ની ગેબી વાતોને સમજવા નથી જરૂર  બુદ્ધિની,

એક ચમકારે "સંદીપ" હૃદયમાં દીવા બળે એવું પણ બને

©સંદીપ_કાનાણી




સંદીપ

 છું રૂ જેવો નરમ એ સાચું પણ 

અગ્નિ ઉરમાં સંકેલીને બેઠો છું.. 

🕯️દીપક બની અજવાળી શકું અને 

🔥મશાલ બનીને બાળી પણ શકું..

©સંદીપ_કાનાણી

(લખ્યા તા: ૧૩ ઓક્ટોબર, ૨૦૨૩)



મેં તો રાહી હું, બસ ચલતા રહુંગા

 મિલે હૈ રાહો મેં કંઈ સારે રોડે 

ઔર મિલે હૈ પ્રશંસા કે ફૂલ

આગે ફિર ભી બઢતા રહા હું,

ખત્મ નહિ હુઆ હૈ મેરા સફર

.

મિલતે હૈ ઔર ભી મિલતે રહેંગે

વૈસે હી રોડે ઔર પ્રસંશા કે ફૂલ

પરવાહ કિસે હૈ ઐસી બાતો કી?

મેં તો રાહી હું, બસ ચલતા રહુંગા

.

ચાહે લડખડાયે યા થક જાએ કદમ

દો પલ વિરામ લુંગા, ફિર સે ચલુંગા

વાદા હૈ ખુદ સે, નહીં છોડુંગા સફર

રસ્તા કૈસા ભી હો, ચલતા રહુંગા

©સંદીપ_કાનાણી

(જરાક કવિતા જેવું)

(લખ્યા તા: ૮ જૂન, ૨૦૨૩)



Friday, November 17, 2023

દાખલા છે

જહાજો એ ડૂબાડી દીધાંના દાખલા છે, 

ને તણખલાઓએ તારી દીધાંના દાખલા છે.

હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની છતાંય,

જાળ કાતરી ઉંદરે સિંહ છોડાવ્યાના દાખલા છે. 

.

છો તાકતવર તમે પણ અન્યને કમજોર ના સમજો,

અહીં દોડમાં કાચબાએ સસલાને હરાવ્યાના દાખલા છે.

સાહ્યબી પડખાં ઘસે છે રાતભર રેશમી તળાઈઓમાં,

ને કાળી મજૂરી રસ્તાની કોરે ચેનથી સૂતાંના દાખલા છે.

.

દવાઓ બધી નાકામ થઈ ગઈ મરણપથારી પર,

ત્યારે કોઈની દુઆઓએ અસર દેખાડ્યાનાં દાખલા છે.

અમર ક્યાં રહે છે આ જગતમાં કોઈ કાયમ,

જેના જનમના દાખલા છે, તેના મરણનાંય દાખલા છે.


(એક મિત્ર તરફથી આવેલી અને ગમી ગયેલી આ રચના અહીં વહેંચી છે) 


Thursday, November 16, 2023

તું મારી શોધનું સરનામું

 પતંગિયાથી લઈ સાંજના આગિયામાં શોધ્યું..

વૃક્ષોની પાસે બેસીને મૌન સંવાદમાં શોધ્યું 

અષાઢી વર્ષા હતી ધોધમાર તો ય રહી કોરી

અડધી અડધી વાતો કરતી સમુદ્રની લહેરોમાં 

અને નદીઓના વહેતા પ્રવાહમાં શોધ્યું..

છતાં પણ ના જડ્યું જેની હતી તલાશ,

મળ્યું મને "કંઈક" મારામાં, તને મળ્યા પછી..

તું મારી શોધનું સરનામું..

©સંદીપ_કાનાણી  



Monday, September 11, 2023

હું એટલે..

 થીજુ તો હિમાલય છું ને,

સળગું જો દાવાનળ છું 


આમ વહેતા ઝરણાં જેવો,

ઉછળતો ઊંડો સમુદ્ર ય છું


ઘડીકમાં રમતું ફૂલ બનું ને,

મુશ્કેલીઓ સામે પહાડ છું


સંગાથ સૌને લઈને ય ચાલુ,

પણ એકાંત ઝંખતો યોગી છું 


પ્રેમી પાગલ કૃષ્ણ જેવો ને,

કુરુક્ષેત્રમાં સારથી યોગેશ્વર છું 


ડરને ડરાવતો ભૈરવ બની જાવ,

અને સ્મશાનનો વૈરાગી શંકર છું


આફત વચ્ચે ખુમારી અકબંધ રાખી,

"સંદીપ" ખુદથી જીતતો સિકંદર છું



Friday, September 8, 2023

કૃષ્ણ..

એ વાંસળી વગાડનાર, ગાય ચરૈયા છે

અને યુદ્ધમાં સુદર્શન ચક્રધારી પણ છે..

કાલિંદી કાંઠે ગોપીઓના વસ્ત્રોનું હરણ

કરનાર એ દ્રૌપદીના ચીર પૂરનાર પણ છે...

ગોપીઓના માખણ ચોરી ગોપાલોને વહેંચ્યા

એ મિત્ર સુદામાના ભંડાર ભરનાર પણ છે...

વિનાશ ટાળવા જ રણ છોડી જનારો એ

કુરુક્ષેત્રમાં પાંડવોના જીતનો સારથી પણ છે...

એ ઉત્તમ મિત્ર છે અને શત્રુઓનો મહાશત્રુ છે

એ બાળગોપાલ પણ છે ને જગતગુરુ પણ.. 

વિરોધાભાસ વચ્ચે સંતુલન કરનાર યોગેશ્વર 

ભક્તોના ચિત્તને આનંદથી ભરનાર પરમાનંદ છે...

શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી... 

©સંદીપ 



  

શું છે પ્રેમ??

પ્રેમમાં પ્રેમી કે પ્રેમિકા લક્ષ્ય નહિ  પણ પ્રેમ પામવાનું સાધન છે.. લક્ષ્ય તો હોય છે પ્રેમને પામવો  પ્રેમને પામવો એટલે ઇશ્વરને પામવો ઈશ્વર, ...